December 21, 2024

‘ચીન અમારી જમીન ન લઈ શકે’, અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરીની ખબર કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા

Kiren Rijiju:  અરુણાચલ પ્રદેશમાં ચીની સેના દ્વારા ઘૂસણખોરીના સમાચાર પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે માત્ર અનિશ્ચિત સ્થળો પર નિશાનો બનાવવાનો અર્થ એ નથી કે તે વિસ્તારોમાં અતિક્રમણ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચીન અમારી જમીન ન લઈ શકે, અમારી તરફથી કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

અરુણાચલ પ્રદેશના રહેવાસી રિજિજુએ એમ પણ કહ્યું કે ભારત અને ચીનના સૈનિકો ભારત-ચીન સરહદ પર અવ્યાખ્યાયિત વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે ઘણીવાર એક જ જગ્યાએ પહોંચે છે. પરંતુ એવું નથી કે ભારતીય જમીન પર અતિક્રમણ થયું છે. કેન્દ્રીય મંત્રીની આ ટિપ્પણી એવા સમાચાર પર આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સૈનિકો થોડા દિવસ પહેલા ભારતીય સરહદમાં કથિત રીતે ઘૂસ્યા હતા.

ચીન આપણી જમીન નથી લઈ શકતું – કિરેન રિજિજુ
હકીકતમાં, થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ચીની સેના કથિત રીતે ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી અને તેઓ છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના કપાપુ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા હતા. સમાચારમાં કહેવાયું છે કે ઘટનાસ્થળે સળગતી આગ, ખડકો પર કોતરેલા નિશાન અને ચાઈનીઝ ખાદ્ય પદાર્થોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં વરસાદને લઈ રેડ એલર્ટ, હવામાન વિભાગે આ રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી

તેના પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘ચીન અમારી જમીન લઈ શકે નહીં. બંને દેશોના સૈનિકો ઘણીવાર અવ્યાખ્યાયિત વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે એક જ જગ્યાએ પહોંચી જાય છે. તેમને કોઈ કાયમી બાંધકામ કરવાની મંજૂરી નથી. અમારી તરફથી કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. માત્ર અનિશ્ચિત સ્થળો પર ચિહ્નિત કરવાનો અર્થ એ નથી કે તે વિસ્તારો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે.

ભારત ચીનના દાવાને નકારી રહ્યું છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે અને આ ચાલુ રહેશે. આ નવો વિકાસ એવા સમયે થયો છે જ્યારે એપ્રિલ 2020થી લદ્દાખમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારત અને ચીન વચ્ચે 3,400 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરી રહ્યું છે. ભારત આ દાવાઓને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવીને નકારી રહ્યું છે.