December 25, 2024

Vadodara : દુકાનના ગલ્લામાંથી ચોરી કરતી મહિલાઓ ઝડપાઈ, અર્ધનગ્ન થઈ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જયો

વડોદરા શહેરમાં ચોરીની એક એવી વિચિત્ર ઘટના સામે આવી કે, જેને મહિલા સશકિતકરણના નારાના લીરેલીરા ઉડાવી દીધા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચોરી કરવા આવેલી મહિલાઓએ અર્ધનગ્ન થઈ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જયો હતો. જોકે પોતાનો ભાંડો ફૂટી જતાં મહિલાઓએ એક બાદ એક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરતાં સ્થાનિક રહીશોએ આ ચોર ટોળકીની મહિલા સભ્યોને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કરી દીધી હતી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી લોન્ડ્રીની દુકાનમાંથી ચાર યુવતીઓ રોકડ રકમની ચોરી કરીને ભાગી ગઈ હતી. લોન્ડ્રી સ્ટાફે ચારેયને પકડી લીધા હતા અને મહિલાઓની આસપાસ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ટોળા દ્વારા મારપીટ ન થાય તે માટે ચારેય યુવતીઓ વસ્ત્રો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીઓને કપડાં પહેરાવીને લઈ ગઈ હતી.

મહિલાઓ દુકાનમાંથી પૈસા લઈને ભાગી ગઈ હતી
આ અંગે તપાસ કરતા અઘિકારીએ જણાવ્યું કે કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ઈંગ્લેન્ડ ડ્રાય ક્લીનર નામની લોન્ડ્રીની દુકાન આવેલી છે. દુકાન માલિક અલ્તાફ બપોરે ટિફિન લેવા માટે ઘરે ગયો હતો અને આ સમયે દુકાનનો કર્મચારી ઈકબાલ ધોબી લોન્ડ્રીમાં હાજર હતો. બપોરે ચાર યુવતીઓ દુકાનમાં ઘૂસી ગલ્લામાંથી રોકડ લઈને ભાગી ગઈ હતી. મહિલાઓને પૈસા લઈને ભાગતી જોઈને ઈકબાલે બૂમો પાડી અને ચોરોની પાછળ દોડ્યો હતો.

ચોરાયેલા રૂ.9300 રિકવર કરાયા
અધિકારીએ વધુમાં જણાવ્યું કે જ્યારે આ ચોરો પકડાયા ત્યારે મહિલાઓ જાહેર રસ્તા પર નગ્ન થઈને ફરવા લાગી હતી. જોકે, ટોળાએ મહિલાઓને બેરહેમીથી માર માર્યો હતો. દરમિયાન ટોળા દ્વારા મારપીટ ન થાય તે માટે યુવતીઓએ હાથ મિલાવવાનું શરૂ કર્યું હતું. ભીડ દ્વારા મારપીટ ન થાય તે માટે યુવતીઓએ હાથ જોડવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદ 181 મહિલા હેલ્પલાઈન ટીમને બોલાવી તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ચોરીના 9300 રૂપિયા રીકવર કરવામાં આવ્યા હતા. હાલ કારેલીબાગ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.