Surat : વિદ્યાર્થિનીની છેડતી કરનારને ચખાડ્યો મેથીપાક, પોલીસે કરી ધરપકડ
થોડાક દિવસ અગાઉ સુરતના સિંગણપોરમાં છોકરીની છેડતીની ઘટના હજી કોઇ ભૂલ્યું નથી ત્યાં સુરતના વરાછામાં વિદ્યાર્થિનીની છેડતી કરવાની ઘટના સામે આવી છે. પરંતુ વરાછામાં વિદ્યાર્થિનીની છેડતી કરનારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને સ્કુલના સ્ટાફે આ રોમિયોને પોલીસને હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતની એક શાળાએ એક રોમિયોને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્ય હતો. સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીનીની છેડતી કરનારા બદમાશને પકડીને જેલ હવાલે કર્યો છે. વિદ્યાર્થીનીએ છેડતીની ઘટનાની જાણ શાળાના શિક્ષકોને કરી હતી અને સ્કુલના સ્ટાફે આ અંગે તરત સજાગતા બતાવીને પોલીસને જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે શાળાએ જતી વિદ્યાર્થીનીનો આ બદમાશ પીછો કરતો અને રસ્તામાં તેની છેડતી કરી હતી. વિદ્યાર્થીની દ્વારા સ્કૂલની શિક્ષિકાને આ બાબતે જાણ કરી હતી. જેથી સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 26 વર્ષીય યુવક ચિરાગ ધીરૂ ખુંટની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી હીરાની મજૂરી કરે છે અને અપરિણીત છે.
ઉલ્લેખનીય છે કે સુરતનાં સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતી મુદ્દે પોલીસને મોટી સફળતા મળી હતી. સુરત પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મજૂરીકામ કરતા શખ્શે રસ્તા પર જતી કિશોરી સાથે અડપલા કર્યા હતા. કિશોરીની છેડતી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી. જે બાદ સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં આરોપીની ધરપકડ કરાઈ હતી.