December 26, 2024

iPhone 16 Series: કિંમત સહિત એ તમામ વસ્તુ જે તમે જાણવા માગો છો

iPhone 16: Apple ટૂંક સમયમાં તેની iPhone 16 સિરીઝ લૉંચ કરવા જઈ રહી છે. કંપનીની ઈવેન્ટ 9 સપ્ટેમ્બરની છે, જેને કંપનીએ ગ્લોટાઈમ નામ આપ્યું છે. આ ઇવેન્ટનું શીર્ષક, ગ્લોટાઇમ, સિરી સાથે જોડાયેલું છે. જ્યારે તમે iOS 18 માં સિરી ચાલુ કરો છો ત્યારે સ્ક્રીન પર જે ગ્લો દેખાય છે, તે કંપનીના પોસ્ટરમાં દેખાય છે. આ સિવાય માર્ક ગુરમેને જણાવ્યું છે કે ગ્લો એ Appleના તાજેતરમાં જાહેર કરાયેલા macOS Sequoiaનું કોડ નેમ હતું. આ ઓપરેટિંગ સિસ્ટમ Apple લેપટોપ એટલે કે MacBook માટે છે. કંપની આ ઇવેન્ટમાં iOS 18 અને macOS Sequoiaનું સ્ટેબલ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે.

અમુક વસ્તુઓ લીક થઈ
લોન્ચ ઇવેન્ટ પહેલા, સોશિયલ મીડિયા એપલ લીક્સથી ભરેલું છે. લેટેસ્ટ રેન્ડરથી લઈને ફોટા, કિંમત અને રંગ સુધીની લીક વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આ લેખમાં આવા કેટલાક લીક થયેલા અહેવાલોનો સમાવેશ કર્યો છે, જેને લોકપ્રિય ટિપસ્ટર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપની ચાર નવા iPhone લોન્ચ કરશે. કંપની iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરશે. iPhone 16 સિરીઝના ટોપ મોડલની કિંમત 2 લાખ રૂપિયાની નજીક પહોંચી શકે છે. હાલ કંપનીએ આ અંગે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. માત્ર માર્કેટ રીપોર્ટના આધારે આ કિંમત સામે આવી છે.

સ્ટોરેજ કેપેસિટી પર એક નજર
એવી અટકળો છે કે કંપની iPhone 16 Proનો 1TB સ્ટોરેજ વિકલ્પ પણ લોન્ચ કરશે. અમે ડિઝાઇનમાં કેટલાક ફેરફારો પણ જોશું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, iPhone 16 Proમાં મોટી સ્ક્રીન, પાતળી એવી લાઈન્સ અને નવી કેમેરા ડિઝાઇન હોઈ શકે છે. iPhone 16 Pro નવા રંગ Desert Titanium માં લોન્ચ થશે. માજીન બુએ લોન્ચ પહેલા તેમની કિંમત શેર કરી છે. iPhone 16 ની કિંમત $799 (લગભગ 67 હજાર રૂપિયા) થી શરૂ થશે. iPhone 16 Plusની કિંમત $899 (અંદાજે રૂ. 75,490), iPhone 16 Proની કિંમત $999 (અંદાજે રૂ. 84 હજાર) અને iPhone 16 Pro Maxની કિંમત $1199 (અંદાજે 1 લાખ)થી શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: શું તમે પણ કોઈ હોટલમાં તમારું આધાર કાર્ડ આપ્યું છે? હવે રાખજો આ ધ્યાન

રાત્રે શરૂ થશે ઈવેન્ટ
iPhone 16 ઇવેન્ટ સ્ટીવ જોબ્સ થિયેટર, Apple Park, Cupertino, California ખાતે લાઇવ યોજાશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તમે તેને YouTube, Apple TV અને Appleની વેબસાઇટ પર પણ લાઇવ જોઈ શકો છો.આ ઈવેન્ટની ઘણા ટેક નિષ્ણાંતો રાહ જોઈને બેઠા છે. દર વર્ષે કંપની સપ્ટેમ્બર મહિનામાં આવું કંઈક નવું લૉંચ કરીને માર્કેટમાં પોતાની વસ્તુ મૂકે છે. આ ઈવેન્ટની જાહેરાત થાય એ પહેલા હરિફ મોબાઈલ કંપની વાળા પોતાની પ્રોડક્ટ માર્કેટ સુધી મૂકે છે.