January 15, 2025

શું ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થશે?

Electric Car: ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નીતિન ગડકરીએ BNEF કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હવે તો લોકો જ પોતે EV અને CNG વાહનોને પસંદ કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓની કિંમત ઘણી વધારે હતી પરંતુ હવે માંગ વધી છે.

જીએસટી ઓછો
નીતિન ગડકરીએ કહ્યું, “ગ્રાહકોએ હવે તેમની પસંદગી મુજબ EV અને CNG વાહનો ખરીદવાનું શરૂ કરી દીધું છે. તેમણે એમ પણ કહ્યું કે મને નથી લાગતું કે હવે આપણે ઇલેક્ટ્રિક વાહનો માટે વધુ સબસિડી આપવાની જરૂર છે. ઇલેક્ટ્રિક વાહનો પર લાદવામાં આવેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પેટ્રોલ અને ડીઝલ વાહનો કરતા ઓછો જોવા મળે છે. હાલમાં હાઇબ્રિડ અને પેટ્રોલ-ડીઝલ એન્જિનવાળા વાહનો પર 28 ટકા જીએસટી વસૂલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક વાહનોની વાત કરવામાં આવે તો તેના પર માત્ર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સબસિડી આપવાની જરૂર નથી.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, “મારા મતે, સરકાર દ્વારા હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર સબસિડી આપવાની જરૂર લાગતી નથી.” સબસિડીની માંગ હવે વાજબી નથી લાગી રહી.” નીતિન ગડકરીએ કહ્યું કે જો સરકાર ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરે છે તો તેની સીધી અસર ઈવીની કિંમતો પર જોવા મળી શકે છે. જેની અસર ગ્રાહક પર પડશે. જો કે સરકારના આ નિર્ણયની ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પર કેટલી અસર થશે તે તો હવે જોવાનું રહ્યું.