December 16, 2024

રિદ્ધિ સિદ્ધિના સ્વામીને અર્પણ કરો રાજસ્થાની ચુરમા બરફી, આ રહી બનાવવાની ઈઝી રીત

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી આવી રહી છે. ત્યારે બાપ્પાની ઉપાસના 10 દિવસ ભક્તો મોટા ભાગે કરતા હોય છે. 10 દિવસી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે ચુરમા બરફીની રેસીપી લઈને આવ્યા છીએ. ભગવાન ગણેશની પૂજામાં તમે પ્રસાદમાં લઈ શકો છો.

ચુરમા બરફી ચણાનો લોટ બનાવવા માટેની સામગ્રી
દેશી ઘી – 1 વાટકી
1 વાટકી માવો – 3/4 વાટકી
ખાંડ – સ્વાદ મુજબ
ડ્રાય ફ્રૂટ્સ – 1 ટેબલસ્પૂન
ઈલાયચી પાવડર – 1/2 ચમચી

આ પણ વાંચો: કાજુના મોદક બનાવી બાપ્પાને કરો અર્પણ, કોઈ જ સ્ટિમિંગ વગર બનશે મસ્ત મીઠાઈ

ચુરમા બરફી બનાવવાની રીત
ચુરમા બરફી બનાવવા માટે સૌપ્રથમ તમારે ચણાના લોટને શેકવાનો રહેશે. ધ્યાન રાખો કે ચણાનો લોટ વધારે શેકવો નહીં. આ પછી તમારે ચણાના લોટને બહાર કાઢવાનો રહેશે. ચાસણી તૈયાર કરવા માટે, એક કડાઈમાં ખાંડ અને પાણી નાંખો અને તેને મધ્યમ આંચ પર ગરમ કરો. હવે તમે ચાસણી બનાવી દો. ચાસણી તૈયાર થાય પછી તમારે ચણાના લોટ અને ઘીમાંથી તૈયાર કરેલું દ્રાવણ ધીમે ધીમે ઉમેરવાનું રહેશે. આ દ્રાવણ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી તમે તેને સારી રીતે મિક્સ કરતા રહો. આ મિશ્રણમાં માવો અને એલચી પાવડર નાખોં. આ પછી તમારે તેમાં ડ્રાયફ્રુટ્સ નાંખવાના રહેશે. સ્વાદિષ્ટ ચુરમા બરફી તૈયાર છે માણવા માટે.