December 25, 2024

શું તમે પણ કોઈ હોટલમાં તમારું આધાર કાર્ડ આપ્યું છે? હવે રાખજો આ ધ્યાન

OYO Hotels: OYO હોટેલ્સ અથવા અન્ય કોઈપણ હોટેલ્સમાં બુકિંગ દરમિયાન ઘણીવાર સૌથી પહેલા આધાર કાર્ડ માંગવામાં આવે છે. તમામ લોકો પોતાનું અસલ આધાર કાર્ડ સબમિટ કરી દેતા હોય છે. જો તમે પણ તેવું કરો છો તો તે તમારા માટે મુશ્કેલ બની શકે છે. આ સમયે તમારે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. હવે તમને સવાલ થશે કે માસ્ક્ડ આધાર કાર્ડ એટલે શું આવો જાણીએ. આ સાથે એ પણ જાણીએ કે શા માટે તમારું આધાર કાર્ડ તમારે ના આપવું જોઈએ.

માસ્ક્ડ આધાર કાર્ડ એટલે શું?
જ્યારે પણ કોઈ હોટેલમાં જઈએ છીએ ત્યારે સૌથી પહેલા હોટલ મેનેજમેન્ટ તરફથી આધાર કાર્ડ માંગવામાં આવે છે. અંદાજે 99.9 ટકા લોકો તેમના આધાર કાર્ડની અસલ નકલ ટ્રાન્સફર કરી દેતા હોય છે. પરંતુ લોકોને માહિતી નથી હોતી કે આવું કરવાથી તમને મોટી સમસ્યા થઈ શકે છે. જો તમે પણ તમારું અસલ આધાર કાર્ડ આપી દો છો તો તમારા બેંક એકાઉન્ટ સાથે ચેડા થઈ શકે છે. આ સાથે તમારી અંગત માહિતી પણ શેર થઈ શકે છે.

આ પણ વાંચો: ચોમાસું સિઝનમાં મોબાઈલને સાચવવાની ટિપ્સ, સ્ક્રિન પ્રોબ્લેમ પણ નહીં થાય

આ રીતે માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની રીત

  • માસ્ક કરેલ આધાર કાર્ડ માટે, પ્રથમ UIDAI વેબસાઇટ પર જવાનું રહેશે.
  • તમારે વેબસાઈટ પર ‘My Aadhaar’ના વિકલ્પ પર તમારે જવાનું રહેશે.
  • આ પછી તમારે આધાર નંબરને એડ કરવાનો રહેશે.
  • હવે તમારા પર OTP મોકલવામાં આવશે.
  • તમારે OTP ભરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • હવે તમને શું તમારે માસ્ક કરેલ આધાર કાર્ડ જોઈએ છે? તેવું પૂછવામાં આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે તમારું માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ થશે.

તમે કોઈપણ હોટેલમાં બુકિંગ સમયે અથવા ચેકઆઉટ કરતી વખતે અથવા વેરિફિકેશન દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો.