January 15, 2025

ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પણ ક્રિકેટર્સ ભરે છે અધધધ ટેક્સ, ડિજિટ જોઈ દિમાગ કામ નહીં કરે!

Cricketer Tax: હમેંશા ક્રિકેટના મેદાનમાં ચર્ચામાં રહેતા ખેલાડીઓ મોટા મોટ ટેક્સ પણ ચૂકવે છે. જેમાં વિરાટ કોહલી, ધોની, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને હાર્દિક પંડ્યાના નામનો સમાવેશ થાય છે.

ક્રિકેટરોની મોટી કમાણી
ભારતમાં ક્રિકેટને મોટા ભાગના ઘરમાં જોવામાં આવે છે. ટીમ ઈન્ડિયા કોઈ પણ ટીમની સામે મેચ રમતી હોય ત્યારે આખા દેશની નજર એ મેચમાં હોય છે. જોકે ચાહકોની ચાહત જ ભારતીય ક્રિકેટરોને કમાણી કરાવે છે. આ ખેલાડીઓ લોકો વચ્ચે એટલા પ્રખ્યાત બની ગયા છે કે તેઓની ક્રિકેટ સિવાયની પણ કમાણી વધારે હોય છે. જેમાં જાહેરાતો અને મોટી ડીલ્સનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24ના આવકવેરાના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે પ્રમામે સચિન તેંડુલકર, એમએસ ધોની અને સૌરવ ગાંગુલી નિવૃત્તિ પછી પણ મોટી કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

સૌથી વધુ આવકવેરો ભર્યો
એક મીડિયા માહિતી પ્રમાણે તો આ વર્ષે વિરાટ કોહલીએ સૌથી વધુ ટેક્સ ભર્યો છે. જેમાં વિરાટ કોહલીએ અંદાજે 66 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ચૂકવ્યો છે. જોકે વિરાટ હાલ ભારતમાં નથી. શ્રીલંકા સામેની શ્રેણી બાદ તે પરિવાર સાથે લંડન ગયો હતો અને હાલ વિરાટ અને તેની પત્ની બંને ત્યાં છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણી શરૂ થાય તે પહેલા તે ઈન્ડિયા પરત આવી શકે છે અને તે ક્રિકેટના મેદાનમાં ફરી રમતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

ટોપ લિસ્ટમાં છે
વિરાટ કોહલી પછી કોઈ ખેલાડીનું નામ આવે તો તે છે ધોની. તેણે વર્ષ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી હતી. જોકે હજૂ પણ તે આઈપીએલ મેચ રમતો જોવા મળે છે. આ વખતે એટલે કે IPL 2025માં તે ફરી જોવા મળી શકે છે. એક મીડિયા માહિતી પ્રમાણે સચિને લગભગ 28 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ છે. હાલમાં તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા છે. મીડિયા માહિતી પ્રમાણે તેણે અંદાજે 23 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આ પથી હાર્દિકનું નામ આવે છે તેણે 23 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે.