January 4, 2025

માઉન્ટ કાર્મેલ સ્કૂલ વાલીઓને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ, વિદ્યાર્થીઓનાં ભાવી સામે પ્રશ્નાર્થ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: નવરંગપુરા વિસ્તારની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભાવી અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે. છેલ્લા એક વર્ષથી શાળા જર્જરીત હોવાનુ જણાવીને વાલીઓને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે હવે વાલીઓને જાણ કર્યા વગર શાળા ટ્રાન્સફર કરવાની હોઇ વાલીઓએ આજરોજ સંચાલકોને રજુઆત કરી હતી. તો આ સમગ્ર મામલે કોઇપણ એન્ગલથી શાળા જર્જરીત હોવાનુ જણાયુ નહતુ.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કુલ જર્જરીત થઇ હોવાને લઇને સંચાલકો છેલ્લા એક વર્ષથી શાળા બંધ કરી દેવાના મુડમાં છે પરંતુ વાલીઓના આક્રોષ બાદ શાળાને અન્યત્ર ખસેડવા માટેની તૈયારી દર્શાવી છે. પરંતુ તેમાં પણ બપોરની શિફ્ટને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

GERI દ્વારા તૈયાર કરવામા આવેલ સર્વેમાં 89 ટકા જોખમી હોવાનુ પુરવાર થયુ છે. સ્કુલના સંચાલકને જોખમી બિલ્ડીગ અંગે પુછવામા આવ્યુ ત્યારે જોખમી બિલ્ડિંગ કોને કહેવાય તેનો જવાબ આપી શક્યા નહતા ન્યુઝ કેપીટલના દ્રશ્યમાં સ્કુલ જર્જરીત હોવાનુ એક પણ એન્ગલથી જોવા મળ્યુ નહતુ.

ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં વાલી પાર્થીવરાજ કઠવાડિયાએ જણાવ્યુ હતુ કે વાલીઓને કોઇપણ જાણ કર્યા વગર જ શાળાને દિવાળી બાદ અન્ય શાળામાં ટ્રાન્સફર કરી દેવાનો નિર્ણય કરવામા આવી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળાનુ બિલ્ડીગ એકપણ દિશાથી જર્જરીત જણાતુ નથી અને જો જર્જરીત છે તો શાળા દિવાળી બાદ સેન્ટ ઝેવિયર્સમાં ટ્રાન્સફર કરવામા આવશે ત્યારે દિવાળી પહેલા સ્કુલ નહી પડે તેની કોઇએ બાંહેધરી આપી છે ખરી તે સવાલ વાલીઓ કરી રહ્યા છે.. વાલીઓનુ કહેવુ છે કે ધો 10-12ના વિદ્યાર્થીઓ કે જેઓનુ ટ્યુશન બપોરના સમયે હોય તેવા વિદ્યાર્થીઓને નુકસાન જશે કારણ કે સ્કુલનુ સત્ર શરૂ થઇ ચુક્યુ છે અને હવે બપોરની શિફ્ટમાં ટ્રાન્સફર કરવી યોગ્ય લાગતુ નથી.