9 વર્ષ બાદ નિકોલસ પૂરને 8 મહિનામાં તોડ્યો ગેલનો આ રેકોર્ડ
Most sixes in a year in T20: એક વર્ષમાં T20માં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ અગાઉ ક્રિસ ગેલના નામે હતો. ગેલે વર્ષ 2015માં 135 સિક્સર ફટકારી હતી. જો કે પુરણે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નિકોલસ પૂરને T20માં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 8 મહિનામાં 139 સિક્સર ફટકારી છે.
નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં
નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. નિકોલસ પૂરને એવી બેટિંગ કરી કે તમામના હોશ ઉડી ગયા હતા. આ વર્ષના આઠ મહિનામાં એવી સિક્સર ફટકારી કે ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તુટી ગયો છે. હાલમાં તે ફ્રેન્ચાઈઝી લીગ કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. આ સિઝનની તેની પહેલી જ મેચમાં પુરને 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાની કોર્ટે આ ભારતીય IT Company પર લગાવ્યો 800 કરોડનો દંડ, સામે આવ્યું કારણ
એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
- ક્રિસ ગેલ- 2016- 112 છગ્ગા
- ક્રિસ ગેલ- 2015- 135 છગ્ગા
- ક્રિસ ગેલ- 2012- 121 છગ્ગા
- આન્દ્રે રસેલ- 2019- 101 છગ્ગા
- નિકોલસ પૂરન- 2024- 139 છગ્ગા
નિકોલસ પૂરને 200 સિક્સર મારી શકે છે
પુરનને હજુ કેરેબિયન લીગમાં ઘણી મેચ રમવાની બાકી છે. તે ઘણી લીગમાં રમતો જોવા મળી શકે છે. આવી સ્થિતિને જોઈને કહી શકાય છે કે તે ટૂંક સમયમાં T20માં એક વર્ષમાં 200 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની શકે છે.