November 24, 2024

હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે IPL 2025ની પહેલી મેચ?

Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થવાને હજૂ ઘણો સમય બાકી છે. આ પહેલા એક સમાચાર સામે આવ્યા છે. જેમાં હાર્દિક પંડ્યા આઈપીએલની આગામી સિઝનની પ્રથમ મેચ રમી શકશે નહીં. વાસ્તવમાં હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

લાખોનો દંડ ફટકારવામાં આવ્યો
IPL 2024ની છેલ્લી લીગ મેચમાં હાર્દિક પંડ્યાએ એક મોટી ભૂલ કરી હતી. એવું થયું હતું કે હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી ન હતી. જેના પછી IPL ગવર્નિંગ કાઉન્સિલે નિયમો અનુસાર હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની તેની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી.

આ પણ વાંચો: Paralympics 2024 Day 3 Live: બેડમિન્ટન ખેલાડી મનદીપ કૌર જીતી, શૂટર ફોર્મેટ માટે ક્વોલિફિકેશન મેચ શરૂ

હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ
મુંબઈની ટીમે આખી સિઝનમાં ત્રીજી વખત આવું કર્યું હતું, જેના કારણે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમને આગામી મેચ રમાવાની ના હતી. જેના કારણે હવે હાર્દિક IPL 2025 ની પ્રથમ મેચ રમી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધનો સામનો કરનાર હાર્દિક બીજો કેપ્ટન છે. આ પહેલા ઋષભ પંતને IPL 2024માં જ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.