January 16, 2025

પ્રીતિએ પેરિસમાં જીતનો પરચમ લહેરાવ્યો, બુલેટની જેમ દોડ લગાવીને બ્રોન્ઝ જીત્યો

Paris Paralympics 2024: ભારતીય પેરા એથ્લેટ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે 100 મીટર રેસની ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવીને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત પાસે હવે 3 મેડલ છે.

ત્રીજો મેડલ મળ્યો
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં એક જ દિવસમાં ત્રીજો મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે 100 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 23 વર્ષની પ્રીતિ મહિલાઓની 100 મીટર T-35 ફાઇનલમાં ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે તે પેરાલિમ્પિક ગેમ્સમાં ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. આજના દિવસે અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ફાઈનલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: પેરાલિમ્પિક્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં અવની લેખારા અવ્વલ

પ્રીતિ માટે આ વર્ષ શાનદાર
પ્રીતિ પાલ આ વર્ષ તેના માટે સારું રહ્યું હતું. માર્ચ 2024માં બેંગલુરુમાં આયોજિત 6મી ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીતીને વર્ષની શરૂઆત શાનદાર કરી હતી. તેણે મે મહિનામાં જાપાનમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેડલના કારણે તે પેરિસ પેરાલિમ્પિક્સની ટિકિટ મેળવવામાં સફળ રહી હતી અને હવે તેણે બ્રોન્ઝ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે.