January 22, 2025

CM ભૂપેન્દ્ર પટેલ જામનગર, દ્વારકા અને વડોદરાની મુલાકાતે, બેઠક યોજી માર્ગદર્શન આપશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચશે અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે.

ત્યારબાદ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મીમી વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાતતપાસ કરશે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે.

આ પણ વાંચોઃ વડોદરામાં પાણી ઓસરતા તારાજીનાં દૃશ્યો, ક્યાંક મૃતદેહ મળ્યો તો ક્યાંક વાહનોનો ખુરદો બોલ્યો

મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે. વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ મુલાકાતમાં મુખ્યમંત્રીની સાથે જોડાશે.