મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં પરત ક્યારે ફરશે?
Mohammed Shami: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં મેદાનમાં પરત ફરવા માટે ઘણી સખત મહેનત કરતો જોવા મળી રહ્યો છે. એક માહિતી પ્રમાણે તે બંગાળ માટે રણજી મેચ રમી શકે છે. સંપૂર્ણ ફિટનેસ સાથે ટીમ ઈન્ડિયામાં વાપસી કરતા પહેલા શમી રણજી ટ્રોફી માટે મેદાનમાં ઉતરી શકે છે.
યાદીમાં સામેલ કરવામાં આવ્યો
શમીને આગામી સ્થાનિક સિઝન માટે બંગાળની 31 લોકોની સંભવિત યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજામાંથી બહાર આવવા માટે શરી સખત મહેનત કરી રહ્યો છે. ભારતના શ્રીલંકાના પ્રવાસ પહેલા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે માહિતી આપતા જણાવ્યું કે શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે અને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી તેનું લક્ષ્ય હશે. હવે જોવાનું શમી કઈ શ્રેણી દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવામાં સફળ રહે છે.
આ પણ વાંચો: National Sports Day 2024: રાષ્ટ્રીય ખેલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
વર્લ્ડ કપની ફાઈનલ રમ્યો
મોહમ્મદ શમી છેલ્લે નવેમ્બર વર્ષ 2023માં ODI વર્લ્ડ કપની ફાઈનલ રમ્યો હતો. એ પછી તે મેદાનમાં પરત આવ્યો નથી. પગની ઈજાના કારણે શમી ક્રિકેટથી દૂર છે. ભારતીય ફાસ્ટ બોલરની ફેબ્રુઆરી 2024માં સર્જરી થઈ હતી. હવે જોવાનું રસપ્રદ રહેશે કે શમી ક્યારે મેદાનમાં પાછો ફરે છે. જોકે તેના ચાહકો તેની મેદાનમાં ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે.