November 23, 2024

24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાણવડમાં 11 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 166 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કચ્છના અબડાસામાં પોણા 11 ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં સવા 10 ઈંચ, લખપતમાં પોણા 9 ઈંચ, ખંભાળિયામાં પોણા 9 ઈંચ, જામજોધપુરમાં સાડા 8 ઈંચ, દ્વારકામાં સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત નખત્રાણામાં 8 ઈંચ, કચ્છના માંડવીમાં સવા 7 ઈંચ વરસાદ, કાલાવડમાં પોણા 7 ઈંચ, લાલપુરમાં સાડા 6 ઈંચ, લોધિકા અને ધોરાજીમાં પોણા 6 ઈંચ, કુતિયાણામાં 5 ઈંચ, જામકંડોરણામાં 5 ઈંચ, અંજારમાં પોણા 5 ઈંચ, રાણાવાવમાં પોણા 5 ઈંચ, જામનગર અને પોરબંદરમાં સવા 4 ઈંચ, જેતપુરમાં પોણા 4 ઈંચ, મુન્દ્રામાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો છે.