December 19, 2024

યુપી-બિહારમાં સુરજદાદા રજા ઉપર, ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી આ આગાહી

નવી દિલ્હી: ફેબ્રુઆરી હવે દસ્તક દઈ રહ્યો છે. ત્યારે દેશમાં ભારે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સુધીના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જેની અસર દરેક વિસ્તારમાં પડી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યો તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં તો પાંચ પાંચ દિવસ સુધી સુરજ દાદા દર્શન આપી રહ્યા નથી. ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગએ આપી માહિતી
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તારીખ 26-1-2024ના શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં સારો સૂર્યપ્રકાશ હતો પરંતુ બપોર થતાની સાથે તે પણ રહ્યો ન હતો. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ છે અને વિઝિબિલિટી લગભગ 500 મીટર સુધી નોંધાઈ છે. ભારે ધુમ્મસના કારણે હવાઈ, રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો છે.

આ પણ વાચો: ડ્રોન બનશે દર્દીઓનો ‘સુપરમેન’, AIIMSએ ડ્રોનથી 40 કિમી દૂર મોકલી દવા

યુપી-બિહારમાં ઠંડીનો પ્રકોપ
દિલ્હીમાં ઠંડીથી લોકોને રાહત મળી છે. પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને હાલ ઠંડીમાંથી રાહત નહીં મળે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાં ઠંડક જોવા મળી હતી. ગંગાના કિનારે આવેલા ભાગોમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષની સરખામણીમાં આ હિમવર્ષા હજુ પણ સરેરાશ કરતા ઓછી છે.

ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી આગાહી
ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે. પણ અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યા મુજબ, રાજ્યમાં આાગમી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે. જેનાથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગની વેબસાઇટની માહિતી પ્રમાણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગઈ કાલે એટલે કે તારીખ 26-1-2024ના શુક્રવારના રાજ્યમાં ભારે ઠંડી જોવા મળી હતી.10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ બન્યુ હતુ તો ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. અંબાલાલ પટેલે આપેલી આગાહી અનુસાર તારીખ 28થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે.

આ પણ વાચો: AMC દ્વારા એક જ દિવસમાં વેરા ન ભરનારની 20 હજારથી વધુ મિલકતો સીલ