January 22, 2025

જામનગરમાં આભ ફાટ્યું, MLA કેડસમા પાણીમાં બચાવ કામગીરીમાં જોડાયાં

જામનગરઃ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જામનગરના ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેને કારણે ખંભાળિયા સહિત આસપાસના વિસ્તાર જળમગ્ન થયા હતા.

MLA બચાવ કામગીરીમાં જોડાયાં
જામનગરના MLA રીવાબા જાડેજા પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. વોર્ડ નંબર 2માં MLA બચાવ કાર્યમાં જોડાયા હતા. ફાયરની ટીમ સાથે MLA રેવાબાએ બચાવ કામગીરીમાં ઝંપલાવ્યું હતું. MLA રીવાબાએ કેળસમા પાણીમાં ઉતારીને લોકોને બચાવ્યાં હતા. જામનગરમાં પૂરની સ્થિતિને લઈને નેતાઓ સતત લોકોના સંપર્કમાં છે. અનેક વિસ્તારોમાં એક માળ ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે.

જામનગરમાં 15 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
જામનગરમાં 15 ઇંચ વરસાદ બાદ મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે. જેમાં 120 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. જ્યારે 12 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 10 ફાયરની રેસ્ક્યૂ ટીમ, એક-એક SDRF અને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આર્મીના અને નેવીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પાણીના વહેતા વહેણના કારણે અનેક લોકો ફસાયા છે.