December 28, 2024

Paris 2024 પેરાલિમ્પિકની આજથી શરૂઆત, આ છે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Paralympics Games 2024: પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી ફ્રાન્સની રાજધાની પેરિસમાં શરૂ થશે અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે ભારતમાંથી કુલ 84 પેરા એથ્લેટ્સ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ તમામ રમતવીરો 12 વિવિધ રમતોની ઈવેન્ટ્સમાં ભાગ લેશે. છેલ્લી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી 54 ખેલાડીઓની ટીમ ગઈ હતી, જેમાં તે કુલ 19 મેડલ જીતવામાં સફળ રહી હતી. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ હતા. ગત પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાંચ પેરા એથ્લેટ્સમાંથી ચાર આ વખતે પણ ભાગ લઈ રહ્યા છે.

અવની લેખરાથી લઈને કૃષ્ણા નાગર તમામ પર રહેશે નજર
ભારત તરફથી ગત પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર અને આ વખતે ભાગ લેનાર પેરા એથ્લેટ્સમાં સુમિત અંતિલ (પેરા એથ્લેટિક્સ), અવની લેખરા (પેરા શૂટિંગ), કૃષ્ણા નાગર (પેરા-બેડમિન્ટન) અને મનીષ નરવાલ (પેરા શૂટિંગ)નો સમાવેશ થાય છે જેમની પાસેથી દરેકને આ વખતે પણ મેડલ જીતવાની અપેક્ષા છે. અમે તમને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના સંપૂર્ણ શેડ્યૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઈવેન્ટ્સનો સમય ભારતીય સમય મુજબ છે.

આ 29 ઓગસ્ટના રોજ ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

  • ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ બપોરે 12:00 વાગ્યાથી વિવિધ ઈવેન્ટ્સમાં એક્શનમાં જોવા મળશે.
  • અરુણા તાઈક્કાંડોમાં K44 – 47 કિગ્રામાં એક્શન હશે. આ ઇવેન્ટ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
  • જ્યોતિ ગડેરિયા સાંજે 4:25 કલાકે C-1 3000m પર્સ્યુટમાં સાઇકલિંગ ઇવેન્ટના ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. આ જ દિવસે મેડલ મેચ પણ યોજાશે.
  • સરિતા, શીતલ દેવી, હરવિંદર સિંહ, રાકેશ કુમાર અને શ્યામ સ્વામી તીરંદાજી ઈવેન્ટમાં ભાગ લેશે.

30 ઓગસ્ટે પેરાલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ

  • અવની લેખરા અને મોના અગ્રવાલ R2 10m રાઈફલ શૂટિંગ ઈવેન્ટથી તેમના અભિયાનની શરૂઆત કરશે. ક્વોલિફિકેશન ઈવેન્ટ બપોરે 12:30 વાગ્યે યોજાશે.
  • મનીષ નરવાલ અને રુદ્રાંશ ખંડેલવાલ P1-10m પિસ્તોલ SH1 માં એક્શનમાં હશે. ક્લોલિફિકેશન બપોરે 2:45 વાગ્યે થશે.
  • શ્રીહર્ષ રામકૃષ્ણ સાંજે 5:00 વાગ્યે R4 મિક્સ્ડ 10m એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.
  • સાક્ષી કસાના અને કરમ જ્યોતિ બપોરે 1:30 વાગ્યે શરૂ થનારી ડિસ્કસ F55 ઇવેન્ટની ફાઇનલમાં ટકરાશે.
  • મનુ શોટ પુટ F37ની અંતિમ ઇવેન્ટમાં ભાગ લેશે જે સવારે 12:20 વાગ્યે શરૂ થશે.
  • સાયકલિંગમાં અરશદ શેખ સી-2 3000 મીટર પર્સ્યુટમાં ભાગ લેશે.
  • ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ગ્રુપ સ્ટેજમાં એક્શનમાં.
  • સરિતા અને શીતલ દેવી, રાકેશ કુમાર અને શ્યામ સ્વામી તીરંદાજીના નોકઆઉટ રાઉન્ડમાં ભાગ લેશે.
  • અનિતા અને નારાયણ કે. રોઇંગમાં, પીઆર-3 મિશ્ર ડબલ્સ સ્કલ્સની ઇવેન્ટમાં ભાગ લેશે.

31 ઓગસ્ટે પેરાલિમ્પિક્સ માટે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

  • શૂટિંગમાં મહાવીર ઉન્હાલકર 10 મીટર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં ઇવેન્ટમાં ભાગ લેશે. ક્વોલિફિકેશન બપોરે 1 વાગ્યે શરૂ થશે.
  • અરશદ શેખ C1-3 1000m ટાઇમ ટ્રાયલ સાઇકલિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. ક્વોલિફિકેશન બપોરે 1:49 વાગ્યે શરૂ થશે અને ફાઇનલ પણ તે જ દિવસે થશે.
  • ટેબલ ટેનિસમાં ભાવિનાબેન પટેલ અને સોનલબેન પટેલ મહિલા ડબલ્સમાં WD10માં ભાગ લેશે. સેમી ફાઈનલ બપોરે 1:30 કલાકે યોજાશે, ફાઈનલ પણ તે જ દિવસે યોજાશે.
  • શૂટિંગમાં રૂબિના ફ્રાન્સિસ P2 10m પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ભાગ લેશે. ક્વોલિફિકેશન બપોરે 3.30 કલાકે થશે, ફાઈનલ પણ તે જ દિવસે યોજાશે.
  • તીરંદાજીમાં શીતલ દેવી અને સરિતા કમ્પાઉન્ડ ઓપનમાં એક્શનમાં હશે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
  • જેવલિન ફેંકનાર પરવીન કુમાર રાત્રે 10:30 વાગ્યે F57માં સ્પર્ધા કરશે.
  • બેડમિન્ટનમાં નીતિશ કુમાર, શિવરાજન સોલમલાઈ, સુહાસ યથિરાજ, પલક કોહલી, તુલાસિમતી મુરુગેસન, નિત્યા શ્રી સિવાન સાંજે 7:30 વાગ્યાથી એક્શનમાં હશે.
  • અનીતા અને નારાયણ બપોરે 2:40 વાગ્યે રોઈંગ ઈવેન્ટમાં ભાગ લેશે.

1 સપ્ટેમ્બરના રોજ પેરાલિમ્પિક્સમાં ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

  • શૂટિંગમાં અવની લેખરા અને સિદ્ધાર્થ બાબુ R3-મિશ્રિત 10m રાઈફલ પ્રોન SH1માં ભાગ લેશે. બપોરે 1 વાગ્યે ક્વોલિફિકેશન, તેના પછી ફાઇનલ.
  • શૂટિંગમાં શ્રીહર્ષ રામકૃષ્ણ R5- મિક્સ્ડ 10 મીટર રાઈફલ પ્રોન SH2માં ભાગ લેશે.
  • રવિ રંગોળી શોટ પુટ F40ની ફાઈનલ ઈવેન્ટમાં બપોરે 3:09 વાગ્યાથી એક્શનમાં જોવા મળશે.
  • તીરંદાજીમાં રાકેશ કુમાર અને શ્યામ સ્વામી કમ્પાઉન્ડ ઓપનમાં ભાગ લેશે. તે જ દિવસે પ્રી-ક્વાર્ટર અને મેડલ ઈવેન્ટ્સ પણ યોજાશે.
  • નિષાદ કુમાર અને રામ પાલ રાત્રે 10:58 વાગ્યે હાઈ જમ્પ F47ની ફાઇનલમાં ટકરાશે.
  • એથ્લેટિક્સમાં પ્રીતિ પાલ 200 મીટર T35ની ફાઇનલમાં ભાગ લેશે. આ ઇવેન્ટ રાત્રે 11:08 વાગ્યે થશે.
  • એથ્લેટિક્સમાં 1500 મીટર T11 રાઉન્ડ 1માં રક્ષિતા રાજુ.

2 સપ્ટેમ્બરના રોજ ભારતના પેરાલિમ્પિક્સનું સંપૂર્ણ શેડ્યૂલ

  • શૂટિંગમાં આમિર અહેમદ ભટ અને નિહાલ સિંહ બપોરે 12:30 વાગ્યે P3 મિક્સ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના ક્વોલિફિકેશનમાં ભાગ લેશે.
  • એથ્લેટિક્સમાં રક્ષિતા રાજુ 1500 મીટર – T11 ફાઇનલમાં ભાગ લેશે.
  • તીરંદાજીમાં રાકેશ કુમાર, શીતલ દેવી/શ્યામ સ્વામી, સરિતા કમ્પાઉન્ડ ઓપન મિક્સ ટીમમાં.
  • સુમિત અંતિલ, સંદીપ અને સંદીપ સરગર રાત્રે 10:30 વાગ્યે જેવલિન F64 ફાઇનલમાં ટકરાશે.
  • એથ્લેટિક્સમાં, દીપ્તિ જીવનજી 400 મીટર T20 – રાઉન્ડ 1 માં ભાગ લેશે.

3 સપ્ટેમ્બરે પેરાલિમ્પિક્સમાં ભારતનું શેડ્યૂલ

  • તીરંદાજીમાં પૂજા વ્યક્તિગત રિકર્વ ઓપનમાં એક્શનમાં રહેશે. તે જ દિવસે નોકઆઉટ અને મેડલ સ્પર્ધાઓ પણ યોજાશે.
  • અવની લેખરા અને મોના અગ્રવાલ R8 – 50m રાઈફલ 3P SH1 માં સ્પર્ધા કરશે. ક્વોલિફિકેશન અને ફાઈનલ બંને એક જ દિવસે યોજાશે.
  • ભાગ્યશ્રી જાધવ એફ34 ફાઇનલમાં શોટ પુટ ઇવેન્ટમાં ભાગ લેશે.
  • દીપ્તિ જીવનજી એથ્લેટિક્સમાં 400 મીટર T20 ફાઇનલમાં ભાગ લેશે.
  • ભારતીય હાઈ જમ્પર્સ મરિયપ્પન થંગાવેલુ, શૈલેષ કુમાર અને શરદ કુમાર T63 ફાઇનલમાં એક્શનમાં હશે. આ ઇવેન્ટ રાત્રે 11:40 વાગ્યે શરૂ થશે.
  • અજીત સિંહ, રિંકુ, સુંદર સિંહ ગુર્જર જેવલિન થ્રો F46 ફાઇનલમાં ભાગ લેશે. આ ઇવેન્ટ મોડી રાત્રે 12:10 વાગ્યે શરૂ થશે.

4 સપ્ટેમ્બરે પેરાલિમ્પિક્સમાં ભારતનું શેડ્યૂલ

  • સાયકલિંગમાં વ્યક્તિગત ટાઈમ ટ્રાયલ્સમાં C2માં અરશદ શેખ અને C1-3માં જ્યોતિ ગડેરિયા ભાગ લેશે.
  • તીરંદાજીમાં વ્યક્તિગત રિકર્વ ઓપનમાં હરવિંદર સિંહ. નોકઆઉટ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. તે જ દિવસે મેડલ મેચો પણ યોજાશે.
  • શૂટર્સ નિહાલ સિંહ, રુદ્રાંશ ખંડેલવાલ P4 મિક્સ્ડ 50m પિસ્તોલ SH1માં ભાગ લેશે. ક્વોલિફિકેશન અને ફાઈનલ એક જ દિવસે થશે.
  • સચિન સર્જેરાવ ખિલારી, મોહમ્મદ યાસર અને રોહિત કુમાર બપોરે 1:35 વાગ્યે એથ્લેટિક્સમાં શોટ પુટ F46 ફાઇનલમાં ભાગ લેશે.
  • પાવરલિફ્ટર્સ પેરા એથ્લેટ્સ અનુક્રમે 49 કિગ્રા ફાઇનલમાં અને 45 કિગ્રા ફાઇનલમાં પરમજીત કુમાર અને સકીના ખાતૂન સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે.
  • ધર્મબીર, પ્રણવ સોરમા અને અમિત કુમાર ક્લબ થ્રો F51 ફાઇનલમાં ભાગ લેશે.
  • એથ્લેટિક્સમાં સિમરન 100 મીટર T12 રાઉન્ડ 1માં ભાગ લેશે.

5 સપ્ટેમ્બરે પેરાલિમ્પિક્સ માટે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

  • મોના અગ્રવાલ અને સિદ્ધાર્થ બાબુ R6 મિક્સ્ડ 50m રાઈફલ પ્રોન SH1 માં શૂટિંગમાં. ક્વોલિફિકએશન બપોરે 1 વાગ્યે શરૂ થશે.
  • રિકર્વ ઓપનમાં હરવિંદર સિંહ અને પૂજાની મિક્સ્ડ તીરંદાજી ટીમ. નોકઆઉટ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને મેડલ મેચો તે જ દિવસે થશે.
  • જુડો એથ્લેટ કોકિલા અને કપિલ પરમાર 48 કિગ્રા J2 અને 60 કિગ્રા J1માં સ્પર્ધા કરશે.
  • પાવરલિફ્ટર અશોક 65 કિગ્રાની ફાઇનલમાં ભાગ લેશે.
  • અરવિંદ 11:49 કલાકે શોટ પુટ F35 ફાઇનલમાં ભાગ લેશે.

6 સપ્ટેમ્બરે ભારતનું પેરાલિમ્પિક્સનું શેડ્યૂલ

  • સોનલબેન પટેલ WS3 સિંગલ્સમાં એક્શનમાં રહેશે.
  • એથ્લેટિક્સમાં એથ્લેટ દીપેશ કુમાર બપોરે 2:08 વાગ્યાથી જેવલિનમાં F54 ફાઇનલમાં એક્શનમાં હશે.
  • દિલીપ ગાવિત બપોરે 2:47 થી 400m T47 રાઉન્ડ 1 માં એક્શનમાં રહેશે.
  • હાઇ જમ્પ T64ની ફાઇનલમાં પ્રવીણ કુમાર.
  • સોમન રાણા અને હોકાટો સેમા અને ભાવનાબેન ચૌધરીએ શોટ પુટ F57 ફાઈનલ.
  • સિમરન 200 મીટર T12 રાઉન્ડ 1માં એક્શનમાં રહેશે.
  • પાવરલિફ્ટર કસ્તુરી રાજામણી 67 કિગ્રા વર્ગની મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. રાત્રે 8:30 વાગ્યે.
  • યશ કુમાર કયાક, પ્રાચી યાદવ અને પૂજા ઓઝા કયાક (નાવડી) એક્શનમાં કરશે.

7 સપ્ટેમ્બરે પેરાલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ

  • સાયકલિંગમાં જ્યોતિ ગડેરીયા અને અરશદ શેખ.
  • સ્વિમિંગમાં સુયશ જાધવ 50 મીટર બટરફ્લાય એસ-7 ઇવેન્ટમાં ભાગ લેશે.
  • ભાવિનાબેન પટેલ WS4 સિંગલ્સમાં ભાગ લેશે.
  • કેનોમાં યશ કુમાર અને પ્રાચી યાદવ એકશનમાં જોવા મળશે.
  • એથ્લેટિક્સમાં, નવદીપ જેવલિન થ્રો F41 ફાઇનલમાં ભાગ લેશે.
  • સિમરન 200 મીટર T12 ફાઇનલમાં ભાગ લેશે અને દિલીપ ગાવિત 400 મીટર T47 ફાઇનલમાં ભાગ લેશે.

8 સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ

  • પૂજા ઓઝા કયાક સિંગલ 200m-KL1 ઇવેન્ટમાં ભાગ લેશે.