તૈયાર રહો; આ 6 રાજ્યોમાં થશે ભારે વરસાદ, IMDનું એલર્ટ
IMD Alert: હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ઓગસ્ટે છત્તીસગઢ, ઓડિશા, વિદર્ભ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદની સંભાવના છે. વિભાગે લોકોને આ માટે તૈયાર રહેવા અને વરસાદને ધ્યાનમાં રાખીને આયોજન કરીને મુસાફરી કરવા સલાહ આપી છે.
Rainfall Warning : 31st August 2024
वर्षा की चेतावनी : 31st अगस्त 2024#rainfallwarning #IMDWeatherUpdate #rainfall #karnataka #odisha #andhrapradesh #chhattisgarh #vidarbha #HeavyRain #Telangana pic.twitter.com/zVuknhQA6f— India Meteorological Department (@Indiametdept) August 27, 2024
છત્તીસગઢમાં 25 દિવસમાં 548.3 મીમી વરસાદ નોંધાયો છે
મળતી માહિતી મુજબ આ વર્ષે છત્તીસગઢમાં ખૂબ સારો વરસાદ થયો છે. 1 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધીમાં અહીં કુલ 548.3 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે વર્ષ 2023માં રાજ્યમાં કુલ 681.9 મીમી વરસાદ નોંધાયો હતો. આ વખતે વરસાદને કારણે અહીંના ડેમ અને તળાવો પાણીથી ભરાયા છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોરિયા, સૂરજપુર, રાયગઢ અને કોરબા સહિત રાજ્યના આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઓડિશામાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી ઓડિશાના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હકિકતે, બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે રાજ્યમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ભુવનેશ્વર હવામાન કેન્દ્રે 28 ઓગસ્ટ માટે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ભુવનેશ્વર અને આસપાસના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.
40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, વિવિધ જિલ્લાઓમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરી કરતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર જતા પહેલા વેધર એલર્ટ ચેક કરો.