December 23, 2024

જેતપુરમાં આવેલા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક

Rain In Jetpur: છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના તમામ ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે જેતપુરમાં આવેલા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે.

નવા નીરની થઈ આવક
સૌરાષ્ટ્રના બીજા નંબરના વિશાળ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભાદર 1 ડેમમાં દોઢ ફૂટ જેટલી નવા નીરની આવક થઈ છે. ભાદર -1 ડેમ ની સપાટી વધીને 24 ફૂટે પહોંચી ગઈ છે. હજૂ પણ ભાદર 1 ડેમમાં 7584 ક્યુસેક પાણીની આવક ચાલુ જોવા મળી રહી છે. ભાદર 1 ડેમમાંથી 22 લાખ લોકોને પીવાનું પાણી મળે છે.

આ પણ વાંચો: વરુણ દેવનું ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ, રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો

રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો
ગુજરાતમાં 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે  ગુજરાતમાં મોટો ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ધોળીધજા ડેમ, મધર ઇન્ડિયા ડેમ, કડાણા ડેમ, મચ્છુ ડેમ, માછણનાળા ડેમ, સરદાર સરોવર નર્મદા ડેમ, ભોગાવો નદી ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદનું આગમન થતાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે વરસાદની સિઝન આવી ગઈ હતી છતાં જોઈએ તેવો વરસાદ હજૂ સુધી પડ્યો ના હતો. આખરે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી  છે.