September 20, 2024

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટ એમપી અને દક્ષિણ રાજસ્થાન તરફ ડિપ્રેશન બન્યું છે. હાલ ડ્રિપેશન ઉદેપુર ખાતે છે. જેસલમેર ખાતે એક ટ્રફ બન્યું છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખતા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં અતિભારે વરસાદ થશે. આ સાથે જ રાજ્યના તમામ જિલ્લા ભારે વરસાદ થશે. કચ્છ, દ્વારકા, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 26થી 28 ઓગસ્ટ સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે.

દરિયાની પરિસ્થિતિ એકદમ રફ જોવા મળી રહી છે. 1 જૂનથી આજ સુધીમાં 652 મિલી મીટર વરસાદ થયો છે. અંદાજીત 70 ટકા વરસાદ છે. વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.

હવામાન વિભાગે માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપી છે. કોસ્ટ ગાર્ડે પણ ચોપરના માધ્યમથી દરિયામાં નિરીક્ષણ કરીને માછીમારોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપી છે. કોસ્ટ ગાર્ડના જવાનોએ ચોપર સહિત કન્ટ્રોલ રૂમ અને દરિયાઈ કોસ્ટગાર્ડની બોટના માધ્યમથી માછીમારોને કિનારે જવાને સૂચના આપી છે. હાલ દરિયામાં વાવાઝોડું આવવાની શક્યતાને લઈને માછીમારોને દરિયાકાંઠે ન જવા માટે જણાવ્યું છે.