December 17, 2024

હળવદના ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર તણાયું, 7 લોકોના મૃતદેહ મળ્યા, 4-4 લાખની સહાય

હળવદ: ગુજરાતના માથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે તો નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યાં જ ઘણા ગામડાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. આવામાં હળવદમાં ટ્રેક્ટર તણાવાનો મામલો સામે આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા હળવદના ઢવાણા ગામ પાસે પાણીના તેજ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું. આ ટ્રેક્ટરમાં 17 થી 18 જેટલા લોકો સવાર હતા. જેમાંથી NDRF ની ટીમે 10 જેટલા લોકોને બચાવી લીધા હતા. આજે 7 લોકોના મૃતદેહ મળ્યા છે, એક હજુ લાપત્તા. સરકાર દ્વારા મૃતકના પરિવારને 4-4 લાખની સહાય આપવામાં આવી છે. એ

પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના ઢવાણા ગામ પાસે નદીના પ્રવાહમાં ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેક્ટર તણાયું હતું. આ ટ્રેક્ટરમાં 17 થી 18 જેટલા લોકો સવાર હતા જેમાંથી 10 લોકોને NDRFની ટીમે બચાવી લીધા છે પરંતુ હજુ પણ 7 જેટલા લોકો મળી આવ્યા નથી, જેમની શોધખોળ ચાલુ છે. હાલમાં અહીં વરસાદી ઝાપટા પડતા હોવાના કારણે રેસ્ક્યુમાં વિઘ્ન થઈ રહ્યું છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુની કામગીરીમાં સમય લાગી રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી SEOC ખાતે કરી શકે છે બેઠક
રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને લઈને રાજ્યના મુખ્યમંત્રી SEOC સાથે બેઠક કરી શકે છે. આ બેઠક બપોરે 12:30 વાગ્યે SEOC ખાતે થઈ શકે છે. બેઠકમાં હાજર રહેવા તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ મામલે આ બેઠક થશે. બેઠકમાં ભારે વરસાદથી ડેમના પાણી છલકાયા તે મુદે પણ ચર્ચા થશે. ત્યાં જ નદી કાંઠે રહેલા નીચાણવાળા વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લામાં SDRF અને NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે.