December 28, 2024

KKRને મળશે નવો કેપ્ટન? આ ખેલાડીને થઈ કેપ્ટન બનવાની ઓફર

KKR New Captain: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પક્ડયું છે. કહેવામાં આવી રહ્યું છે કે IPL 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર તેની કેપ્ટનશિપ ગુમાવશે.

કેપ્ટનને બદલવાની તૈયારી
IPL 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સ મોટી યોજનાઓ બનાવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફ્રેન્ચાઇઝી તેના ચેમ્પિયન કેપ્ટનને બદલવાની છે. સમાચાર છે કે શ્રેયસ અય્યર IPL 2025માં KKRનો કેપ્ટન હવે આવનારા સમયમાં નહીં હોય. હવે ટીમને ઐયરની જગ્યાએ નવો કેપ્ટન મળી શકે છે. થોડા જ સમયમાં ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: રોહિત શર્મા બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે?

કેપ્ટનશિપની ઓફર કરાઈ
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેકેઆરએ સૂર્યકુમારને કેપ્ટનશિપની ઓફર કરવામાં આવી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તો એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવને KKRનો કેપ્ટન બનાવી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. છેલ્લા ઘણા વર્ષથી તે મુંબઈની ટીમ સાથે જોડાયેલો છે. થોડા સમય પહેલા સૂર્યકુમાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો ત્યારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે,  ‘મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને કેપ્ટન બનાવી શકે ચે.