January 18, 2025

સ્ત્રી 2 પહેલા પણ આ હોરર-કોમેડી ફિલ્મોએ તિજોરી પર ટંકશાળ પાડી

Best Horror Movies: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ તેના પ્રથમ સપ્તાહમાં જ 415 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મ સિવાય બોલિવૂડની કેટલીક હોરર કોમેડી ફિલ્મો છે, જેણે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. આવો જાણીએ કે આ પહેલા બોલિવૂડની કઈ ફિલ્મોઓએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે અને કરી છે જંગી કમાણી.

ગોલમાલ અગેન
અજય દેવગનની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગોલમાલ અગેન’ આજે પણ લોકોમાં ચર્ચામાં છે. રજાના દિવસે પણ લોકો આ ફિલ્મને હજુ જોવાનું પસંદ કરતા હોય છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 205.69 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો: Stree 2માં ‘સરકટા’નું પાત્ર કોણે કર્યું છે?

સ્ત્રી 2 
આ યાદીમાં ‘સ્ત્રી 2’ હવે નંબર વન પર છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે 8 દિવસમાં બોક્સ ઓફિસ પર 415 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મે તેના બજેટ કરતા વધુ કમાણી કરી છે.

ભૂલ ભુલૈયા 2
ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ હતા. ‘ભૂલ ભુલૈયા 2’ એ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. 185.92 કરોડની કમાણી કરતી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

સ્ત્રી
સ્ત્રી 2નો પહેલો ભાગ સ્ત્રી પહેલા આવ્યો હતો. વર્ષ 2018માં સ્ત્રી ફિલ્મ આવી હતી. આ સમયે આ ફિલ્મે 129 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો: નેશનલ એવોર્ડ જીતનાર સેલેબ્સને મળશે મોટી રકમ, જાણો કોને મળશે કેટલા રૂપિયા?

રૂહ
જાન્હવી કપૂર, રાજકુમાર રાવ અને વરુણ શર્માની હોરર કોમેડી ફિલ્મ ‘રૂહ’ પણ આ યાદીમાં છે. આ ફિલ્મની કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે માત્ર ડબલ બજેટની કમાણી કરી છે. જો કે ફિલ્મની સ્ટોરીના કારણે લોકો તેને વધુ જોવાનું પસંદ કરે છે. જ્યારે પણ લોકોને હોરર ફિલ્મ જોવાનું મન થાય છે ત્યારે ચોક્કસ આ ફિલ્મને પણ જોવાનું પસંદ કરતા હોય છે.

મુંજ્યા
શર્વરી વાળા અને અભય વર્માની ફિલ્મ ‘મુંજ્યા’ આ વર્ષની સૌથી શાનદાર ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ પણ ખૂબ જોવાઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 107 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.