September 20, 2024

નવતર પ્રયોગ: બનાસકાંઠાના 14 તાલુકાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા ખેતીવાડી વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં મોબાઈલ એપ થકી ખેડૂતોના ખેતરમાં પાકનો અને જમીનનો સર્વે કરવામાં આવશે. જેથી આવનારા સમયમાં ખેડૂતને કયા પાકનું વાવેતર છે કેટલું વાવેતર છે અને કમોસમી વરસાદ અથવા વાવાઝોડામાં નુકસાન થાય તો ખેતીવાડી વિભાગનો આ સર્વે ખેડૂતોને પણ કામ લાગશે.

બનાસકાંઠા જિલ્લામાં સર્વેના ગોટાળામાં 13,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. ત્યારે, ખેડૂતો આ સર્વેને લઈને રજૂઆતો કરીને થાક્યા છે જ્યારે કમોસમી વરસાદ આવે વાવાઝોડું આવે એટલે ખેડૂતોના પાકોને નુકસાન થતું હોય છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતો રહી જતા હોય છે કારણ કે ગ્રામ સેવક અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા કરાતું સર્વે અનેક વાર ગોટાળા સર્જે છે અને જેને લીધે ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. ત્યારે, ખેતીવાડી વિભાગે જે ડિજિટલ સર્વે એપ લોન્ચ કરી છે અને સર્વેયર દ્વારા જે ખેડૂતોના ખેતરમાં કેટલા પાકનું વાવેતર છે, કેટલી જમીનમાં વાવેતર છે, તે આ મોબાઇલ એપ થી ફોટોગ્રાફ્સ દ્વારા સર્વે થશે અને તેના ડેટા એકત્ર કરી અને રખાશે જોકે ખેડૂતોને આ એપ થી લાભ છે કારણ કે નુકસાનીમાં આ એપ ખેડૂતોને કામે લાગશે અને સાચા ખેડૂતોને સહાય મળશે.

કેન્દ્ર સરકારનું ડિજિટલ સર્વે ક્રોપનું અભિયાન આખા રાજ્યમાં ચાલી રહ્યું છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ સર્વેયરો દ્વારા મોબાઈલ એપ દ્વારા ખેડૂતોના ખેતરમાં સર્વે કરાય છે અને જેને કારણે ખેડૂતોની સાચી સ્થિતિ જાણી શકાશે, ખેડૂતોના પાકની સ્થિતિ જાણી શકાશે અને જેના પરથી આગામી સમયમાં જે પાકનું વાવેતર અને પાક લીધા બાદ તેની ભાવ અને કિંમતો નક્કી કરવામાં પણ આ એક મદદરૂપ થશે જ્યારે નુકસાનીમાં પણ ખેડૂતોને આ એપ ખૂબ જ કામ લાગશે અને કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ થકી ખેડૂતોને સાચો સર્વે અને સાચું વળતર મળે તેવું આશય છે જોકે ગ્રામ સેવકો દ્વારા જે સર્વે થતું તેમાં અનેક ખેડૂતો રહી જતા ક્યાંક ગોટાળા થતાં જોકે આ એપના આવ્યા બાદ હવે ખેડૂતોને રાહત થશે.