SEBI: અનિલ અંબાણી સહિત 24 કંપનીઓ સામે સેબીની કાર્યવાહી, 5 વર્ષ માટે શેરબજારમાં પ્રતિબંધ
SEBI Action: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBI એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઇનાન્સના પૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત અન્ય 24 કંપનીઓ પર કંપનીમાંથી ભંડોળ ડાયવર્ટ કરવા બદલ સિક્યોરિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધી છે.
SEBI એ અનિલ અંબાણીને રૂ. 25 કરોડનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા માર્કેટ રેગ્યુલેટર સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સોનલ (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ કંપનીઓ પર SEBI ની કાર્યવાહી
રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર 6 મહિનાનો પ્રતિબંધ
ઉપરાંત, સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBIએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર 6 મહિના માટે સિક્યોરિટી માર્કેટમાંથી 6 મહિના માટે પ્રતિબંધ લાગયો છે અને તેના પર 6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. પોતાના 222 પાનાના અંતિમ આદેશમાં, SEBIએ જાન્યુ કે અનિલ અંબાણીએ, RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી, RHFLમાંથી ભંડોળને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોનના સ્વરૂપમાં ડાયવર્ટ કરવા માટે એક ષડ્યંત્રકારી યોજના યોજના ઘડી હતી.
આ પણ વાંચો: યુક્રેન મુલાકાતે PM મોદી, રશિયન-અમેરિકન મીડિયામાં ચર્ચાનું બજાર ગરમાયું
જોકે RHFLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ પ્રકારની લોન આપવાની પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ આપી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા કરી હતી, કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.
SEBI ના જણાવ્યા મુજબ, આ કેસ અનિલ અંબાણીના પ્રભાવ હેઠળના કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા સંચાલિત શાસનની એક મહત્વપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. SEBIએ કહ્યું છે કે, આ સંજોગોને ધ્યાનમાં રાખીને, RHFL કંપનીને છેતરપિંડીમાં સામેલ વ્યક્તિઓ જેટલી જ જવાબદાર ઠેરવવી જોઈએ નહીં.
અનિલ અંબાણી પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ
SEBI અનુસાર અનિલ અંબાણીએ છેતરપિંડી કરવા માટે ‘ADA ગ્રુપના અધ્યક્ષ’ તરીકેના તેમના પદ અને RHFLની હોલ્ડિંગ કંપનીમાં પોતાની મહત્વપૂર્ણ પરોક્ષ શેરહોલ્ડિંગનો ઉપયોગ કર્યો હતો.