December 25, 2024

ગાઝાની ધરતી પર ફરી ઈઝરાયલનો કહેર, કરી દીધા લાશોના ઢગલાં

Israel: ઈઝરાયલની સેનાએ ફરી એકવાર પેલેસ્ટાઈનના ગાઝા શહેરમાં તબાહી મચાવી છે. ઈઝરાયલની સેનાએ ગાઝામાં અત્યાર સુધીમાં 40 હજાર લોકોનો નરસંહાર કર્યો છે. સર્વત્ર ચીસો છે અને મૃતદેહોને દફનાવવાની પણ જગ્યા નથી. વધુ એક હુમલો બુધવારે રાત્રે થયો, જ્યારે ગાઝાની સૌથી મોટી અલ-અક્સા હોસ્પિટલમાં 10 મૃતદેહો આવ્યા. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે. હોસ્પિટલ અધિકારીઓએ જણાવ્યું હતું. હુમલા પછીનું દ્રશ્ય એટલું ભયાનક છે કે માતા-પિતા પોતાના માસૂમ બાળકોના મૃતદેહને લઈ જવા મજબૂર છે. જો કે ઈઝરાયલે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે હુમલામાં માર્યા ગયેલાઓમાં હમાસનો કોઈ આતંકવાદી હતો કે કેમ, પરંતુ હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયલના હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે.

ગાઝા પટ્ટીમાં થયેલા હુમલા બાદ માર્યા ગયેલા ઓછામાં ઓછા 10 લોકોના મૃતદેહ અલ અક્સા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ભયાનક દ્રશ્યનું વર્ણન કરતાં, હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે એક પિતા સફેદ કફનમાં લપેટેલા તેના બાળકના મૃતદેહને લઈ જઈ રહ્યા હતા અને બાળકની માતા તેની બાજુમાં રડી રહી હતી. હમાસ દ્વારા સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના ઑક્ટોબર 7ના હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવેલા ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં 40,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. જેમાં કેટલા આતંકવાદીઓ અથવા નાગરિકો હતા તે સ્પષ્ટ કર્યું નથી.

હમાસ અને અન્ય આતંકવાદીઓએ 7 ઓક્ટોબરના હુમલામાં લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી. જેમાં મોટાભાગના નાગરિકો હતા અને લગભગ 250 લોકોનું અપહરણ કર્યું હતું. લગભગ 110 બંધકો હજુ પણ ગાઝાની અંદર છે. જે

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નકારી કાઢ્યું હતું કે તેઓ હમાસ સાથે સંભવિત યુદ્ધવિરામ સોદાના ભાગરૂપે ગાઝા-ઇજિપ્ત સરહદ પરથી સૈનિકો પાછા ખેંચવા માટે સંમત થયા હતા. સરકારી માલિકીની એક ટીવી ચેનલે અગાઉ દાવો કર્યો હતો કે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેની વર્તમાન યુએસ-સમર્થિત દરખાસ્તમાં ફિલાડેલ્ફિયા કોરિડોરમાંથી ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચી લેવાનો સમાવેશ થાય છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સોમવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

આ પણ વાંચો: દુષ્કર્મથી બચવા માટે અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ લાડલીને શીખવાડી આ વાતો

હમાસ અને ઇજિપ્ત બંને, વાટાઘાટોમાં મુખ્ય મધ્યસ્થી છે. અહેવાલ મુજબ કોરિડોર પર ઇઝરાયેલના નિયંત્રણનો વિરોધ કરે છે. નેતન્યાહુએ અહેવાલોને ‘ખોટા’ ગણાવ્યા અને ભારપૂર્વક કહ્યું કે ઇઝરાયલ , ગાઝા અને ઇજિપ્ત પર નિયંત્રણ છોડવા માટે સંમત નથી. “ઇઝરાયલ સુરક્ષા કેબિનેટ દ્વારા નિર્ધારિત તેના તમામ યુદ્ધ ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે આગ્રહ રાખશે. જેમાં ગાઝા ફરી ક્યારેય ઇઝરાયલ માટે સુરક્ષા ખતરો ન બને તે સુનિશ્ચિત કરવા સહિત નિવેદનમાં જણાવાયું છે. આ માટે દક્ષિણ સરહદને સુરક્ષિત કરવાની જરૂર છે.