December 18, 2024

મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાનો કેન્દ્ર સરકાર પર વેધક સવાલોનો મારો

Congress Nyay Yatra: મોરબીથી 9 ઓગસ્ટે શરૂ થયેલી કોંગ્રસની ન્યાય યાત્રા આજે સવારે અમદાવાદ પહોંચી ગઈ છે. જે આજે બરોપે 3 વાગ્યે કોંગ્રેસ ભવનથી ન્યાય યાત્રા ગાંધી આશ્રમ જવા રવાના થશે. ત્યારે આજે અમદાવાદમાં પહોંચેલી ન્યાય યાત્રાનું શહેર કોંગ્રસ પ્રમુખ હિંમતસિંહ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. આ ન્યાય યાત્ માં શહેર કોંગ્રસના નેતાઓ જોડાયા હતા. જે બાદ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડ, સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટ કાંડ સહિતના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ન્યાય યાત્રામાં અનેક લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. કોંગ્રસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘડામાં અનેક પ્રશ્નો સામે આવ્યા છે જેને આવતીકાલે ખોલાશે.

કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચતા કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યાં જ રાહુલ ગાંધીને લઈ કહ્યું હતું કે, તેઓ પ્રમુખ બન્યા બાદ 27 રાજ્યોના પ્રવાસ કર્યો છે અને હવે આવનારા સમયમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે. ત્યાં જ તેમણે જણાવ્યું કે, તેઓ પણ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાશે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે.

આ પણ વાંચો: નાંદોદના ગુવાર ગામે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, 1 મહિના બાદ ભેદ ઉકેલાયો

વધુમાં મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું કે, દેશમાં 22 ઓગસ્ટે દેશના દરેક રાજયોમાં ઇડીની ઓફિસોનો ઘેરાવો કરી પ્રદર્શન થઈ રહ્યા છે. હિડનબર્ગના સમાચાર પર અદાણી પર ખબરો આવી રાહુલ ગાંધીએ આ મામલે સવાલો ઉઠાવ્યા પરંતુ સેબી તપાસના નામે સુપ્રિમમાં ખોટું બતાવે છે. સેબીના ચેરમેન માધવી બૂચ અદાણીની કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા તેમાં હાલ તેમના પતિ ઉંચા પદ પર છે. ED દ્વારા જે જે જગ્યાએ રેઇડ કરવામાં આવે છે પરંતુ ત્યાર બાદ અદાણી તેમાં શેર ખરીદી લે છે. NDTVથી લઈને અંબુજા સિમેન્ટ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને GVK ને અદાણી ખરીદી લે છે. પીએમ મોદી જુલાઈ 2017 ઇઝરાયેલ યાત્રા કરી જેમાં પ્લેનમાં અદાણીને લઇ ગયા હતા. સંસદમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ શેર બજારમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોને લઈ સવાલો ઉઠાવતા કહ્યું કે, 30 કરોડ લોકો LIC ધારક છે, SBIનાં 4.5 લાખ બિલિયન પૈસા લોકોના અદાણીમાં છે. કોંગ્રેસની માંગ છે કે SEBIનાં ચેરમેન રાજીનામું આપે અને સમગ્ર મામલે JPC બનાવવામાં આવે.