December 25, 2024

સરકાર, સંગઠન અને સંઘ: CM યોગીના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઇ

Big Meeting at CM Yogi’s Residence: ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જો કે ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સક્રિય બની છે અને સતત જનસંપર્ક વધારી રહ્યું છે. આ દરમિયાન મંગળવારે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘ ત્રણેયના નેતાઓ હાજર છે.

શું છે બેઠકનો એજન્ડા?
મળતી માહિતી મુજબ સીએમ યોગીના આવાસ પર કામગીરી અને સંકલનને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ અને ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. આ બેઠકમાં સંઘના વરિષ્ઠ અધિકારીઓ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહાસચિવ, બંને નાયબ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

પેટાચૂંટણીની તૈયારીઓ પર પણ ચર્ચા
સીએમ યોગીના નિવાસસ્થાને મળી રહેલી બેઠકમાં ઉત્તર પ્રદેશમાં આગામી પેટાચૂંટણીની તૈયારી, કોર્પોરેશન બોર્ડ કમિશનમાં ભાજપના કાર્યકરોને તક આપવી, સભ્યપદ અભિયાન, આગામી કાર્યક્રમો અને સરકાર અને સંગઠન વચ્ચે કામ કરવા માટે સંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.