January 7, 2025

સાતમ-આઠમના પર્વ પર ઘરે બનાવો રૂ જેવા ‘રસગુલ્લા’, ઈઝી છે રેસીપી

Janmashtami 2024: જન્માષ્ટમી આવી રહી છે. ત્યારે અમે તમારા માટે રસગુલ્લાની રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપીથી તમે રસગુલ્લા બનાવશો તો તમારું દિલ ખુશ થઈ જશે. આવો જાણીએ આ રીત વિશે.

પહેલું સ્ટેપ
સોફ્ટ અને સ્પૉન્ગી રસગુલ્લા બનાવવા માટે તમારે પહેલા પનીર બનાવવું પડશે. જેના માટે તમારે પહેલા ગાય અને ભેંસના દૂધને સમાન માત્રામાં નાખીને સારી રીતે ઉકાળી દો.

આ પણ વાંચો: લસણ નાંખીને આ રીતે બનાવો તીખી તમતમતી તીખારી

બીજું સ્ટેપ
હવે ઉકાળેલા દૂધમાં લીંબુનો રસ ઉમેરો અને દૂધ ફાટે ત્યાં સુધી ઉકાળો. સુતરાઉ કાપડની મદદથી આ પનીરને પાણીથી અલગ કરી દો.

ત્રીજું સ્ટેપ
હવે પાણી અને ખાંડને મિક્સ કરીને ચાસણી બનાવી દો.

ચોથું સ્ટેપ
તમારી હથેળીથી પનીરને ક્રશ કરો. પનીરને રસગુલ્લાને આકર આપીને ગોળી બનાવો.

આ પણ વાંચો: બદામના તેલના છે અઢળક ફાયદાઓ, આ સમસ્યાને કરશે દૂર

પાંચમું સ્ટેપ
રસગુલ્લાને સ્ટીમરમાં 7-8 મિનિટ સ્ટીમ કરો. હવે ગેસ બંધ કરો અને થોડી વાર પછી તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો.

તો ત્યારે છે સ્પૉન્ગી રસગુલ્લા. તમે આ રસગુલ્લા Janmashtami 2024 પર બનાવી શકો છો.  દરેક પ્રકારની રેસીપી માટે તમે અમારી વેબસાઈટ   https://newscapital.com/lifestyle/food/ પર મેળવી શકો છો.