December 27, 2024

ધોની મિત્રો સાથે ઢાબા પર પહોંચ્યો, ફોટો થયો વાયરલ

MS Dhoni Dhaba: ભારતના મહાન કેપ્ટનોમાંના મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પહેલા આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીનું દરેક કાર્ય તેના લાખો ચાહકોને દિવાના બનાવે છે. ફરી વખત એમએસ ધોનીનો ફોટો અને વીડિયો સામે આવ્યો છે. જેમાં ધોની પોતાના મિત્રો સાથે નાના ઢાબા પર પાર્ટી માણતો જોવા મળે છે.

ઢાબા પર પાર્ટી કરતો હતો
મહેન્દ્ર સિંહ ધોની હમેંશા ચર્ચામાં રહે છે. તેના લાખો ચાહકો દિવાના છે. ફરી વખત તેનો ફોટો અને વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેના મિત્રો સાથે ઢાબા પર પાર્ટી કરતો જોઈ શકાય છે. વાયરલ ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની વીકએન્ડ પર પોતાના કેટલાક સિલેક્ટેડ અને જૂના મિત્રો સાથે ઢાબા પર પહોંચ્યો હતો અને ત્યાં દેશી અંદાજમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. ફોટામાં ધોની સહિત કુલ 14 લોકો જોઈ શકાય છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટના કેસ પર CASએ આપ્યો વિગતવાર નિર્ણય

નિરાશ કરતા નથી
આટલું જ નહીં, જ્યારે પણ કોઈ ચાહક તેનો ઓટોગ્રાફ માંગે છે, ત્યારે તે તેમને ક્યારેય પણ નિરાશ કરતો નથી. તેણે એક નાના બાળક સાથે સેલ્ફી પણ લીધી હતી. મહત્વની વાત એ છે કે 43 વર્ષનો હોવા છતાં, તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો હિસ્સો છે, જોકે તે હજુ સ્પષ્ટ નથી કે તે આગામી સિઝનમાં રમશે કે નહીં. CSK મેનેજમેન્ટ IPL 2025માં ધોનીને અનકેપ્ડ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવા માંગે છે. જો કે, બાકીની ફ્રેન્ચાઈઝી આની તરફેણમાં નથી. BCCI ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા ખેલાડીઓ માટેના નિયમોની જાહેરાત કરતી વખતે મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખી શકે છે.