January 20, 2025

નેશનલ એવોર્ડ જીતનાર સેલેબ્સને મળશે મોટી રકમ, જાણો કોને મળશે કેટલા રૂપિયા?

National Awards Winner Prize Money: 2 દિવસ પહેલા 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારો 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2022 સુધી સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત ફિલ્મોને એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જે સેલેબ્સના નામની જાહેરાત કરવામાં આવી છે તેઓને આવતા મહિને ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બહુ ઓછા લોકો જાણે છે કે આ એવોર્ડ મેળવનારને રોકડ પુરસ્કારની રકમ પણ આપવામાં આવે છે.

પુરસ્કારોની સાથે કેટલી ઈનામની રકમ મળે છે?
એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે , દેશનો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ દાદાસાહેબ ફાળકેને 15 લાખ રૂપિયાની રકમ સાથે આપવામાં આવે છે. સ્વર્ણ કમલ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓ 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપે છે. જ્યારે રજત કમલ (સિલ્વર લોટસ) વિજેતાને અન્ય ઘણી શ્રેણીઓમાં 2 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. આવો જાણીએ કે ક્યાં ખેલાડીઓને ચાલો જાણીએ કે આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં કોનો કોનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે

સ્વર્ણ કમલ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ- અત્તમ (નિર્દેશક- આનંદ એકરશી અને નિર્માતા- અજિત જોય)
શ્રેષ્ઠ દિગ્દર્શક- ઊંચાઈ (નિર્દેશક- સૂરજ બડજાત્યા)
દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મ- ફૌજા (નિર્દેશક- પ્રમોદ કુમાર)
સૌથી મનોરંજક ફિલ્મ- કંતારા (નિર્માતા વિજય કિરાગંદુર અને નિર્દેશક- ઋષભ શેટ્ટી)
AVGC માં શ્રેષ્ઠ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક) – બ્રહ્માસ્ત્ર – ભાગ 1: શિવ – (પ્રોડક્શન હાઉસ – ધર્મ પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ, સ્ટારલાઇટ પિક્ચર્સ; ડિરેક્ટર – અયાન મુખર્જી)

રજત કમલ પુરસ્કારથી સન્માનિતની યાદી
શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી (કાંતારા)
શ્રેષ્ઠ અભિનેત્રી- તિરુચિત્રંબલમ (તમિલ) માટે નિત્યા મેનન અને કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી) માટે માનસી પારેખ.
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – નીના ગુપ્તા (ઊંચાઈ)
શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર – બ્રહ્માસ્ત્ર-ભાગ 1 માં કેસરિયા ગીત માટે અરિજિત સિંહ.
શ્રેષ્ઠ સહાયક અભિનેતા- ફૌજા (હરિયાણવી) માટે પવન રાજ મલ્હોત્રા.