FIFA વર્લ્ડ કપમાં ભારતની દીકરીને મળી મોટી જવાબદારી
FIFA U17 Women World Cup 2024: આ વર્ષે FIFA U-17 મહિલા વર્લ્ડ કપ Dominican Republic રમાશે. આ ટુર્નામેન્ટ માટે આસિસ્ટન્ટ રેફરી તરીકે ભારતની પુત્રી રિઓહલોંગ ધરની પસંદગી કરાઈ છે. ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ માટે પસંદ થનારી રિઓહલોંગ ધર બીજી ભારતીય મહિલા સહાયક રેફરી હશે. આ પહેલા યુવેના ફર્નાન્ડિસ વર્લ્ડ કપમાં અધિકારીની ભૂમિકા ભજવનાર પ્રથમ ભારતીય મહિલા સહાયક બની હતી.
FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ
FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2024 10 ઓક્ટોબરથી શરૂ થવાનો છે જેની ફાઈનલ 3 નવેમ્બરે રમાવાની છે. જેમાં 38 મેચ અધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. આ 38 મેચ અધિકારીઓની યાદીમાં ભારતના રિઓહલોંગ ધરનું નામ પણ છે. રિઓલાંગ ધર મેઘાલય પોલીસ વિભાગમાં કામ કરે છે. ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ માટે આસિસ્ટન્ટ રેફરી તરીકે પસંદ થવા પર તેણે કહ્યું કે વર્લ્ડ કપ માટે નિમણૂક થવી એ ખૂબ જ સન્માનની વાત છે. ફિફાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે મારે મહેનત ચોક્કસ કરવી પડશે.
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?
ફૂટબોલ રમવાનું બંધ
રિયોહલોંગ ધર એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે હું એ વાતનું પણ ધ્યાન રાખીશ કે હું ભારતના પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર ચોક્કસ રહીશ. હું ભારતનું ગૌરવ વધારવા માટે શક્ય તેટલો પ્રયાસ કરીશે. મેં ફૂટબોલ રમવાનું બંધ કર્યા પછી, હું રેફરીંગના અભ્યાસક્રમનો એક ભાગ બની ગઈ. AIFFના તેણીએ વખાણ કર્યા હતા અને તેણે કહ્યું કે AIFF મહિલા રેફરીના વિકાસમાં જબરદસ્ત કામ કરી રહી છે. આનાથી આપણને બધાને ફાયદો થયો છે.