December 26, 2024

લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા ABVP દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત

સાગર ઠાકર, જુનાગઢ: રાજ્યભરમાં સરકારી અને ખાનગી લો કોલેજોમાં પ્રવેશની પ્રક્રીયા શરૂ કરવાને લઈને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી લો કોલેજમાં ઓગસ્ટ મહિના સુધી હજુ પ્રવેશ પ્રક્રીયા શરૂ થઈ નથી ત્યારે વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા વ્યાપી છે.

લો કોલેજમાં તાત્કાલીક અસરથી પ્રવેશ ચાલુ કરવામાં આવે સાથે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારા ધોરણ મુજબ પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગં સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.