December 19, 2024

વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

Paris Olympics 2024: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ આજે દેશમાં પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટની બહાર ચાહકોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બાબતના સંદર્ભમાં, વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ વહેંચાયેલ સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. પરંતુ તેની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: મેડલ જીત્યા બાદ વાયરલ થયો ચીનની ખેલાડીનો વીડિયો, ઘરવાપસી બાદ કર્યું આ કામ

દરેકનો આભાર
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને વિનેશ ફોગાટ જ્યારે ભારત આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે જોઈને તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ
દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો આવ્યા હતા. આ સાથે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. હરિન્દર પુનિયા પણ હાજર રહ્યો હતો. જ્યારે વિનેશ એરપોર્ટની બહાર આવી ત્યારે ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ આવી ગયા હતા.