મનુ ભાકર અને નિરજ ચોપરામાંથી કોણ વધુ ધનિક છે?
Neeraj Chopra And Manu Bhaker Net Worth: પેરિસ ઓલિમ્પિક્સ મેડલ વિજેતા મનુ ભાકર અને નીરજ ચોપરા ખૂબ જ હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે. બંને ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. હવે લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે નિરજ ચોપરા અને મનુ ભાકર બંનેમાંથી વધારે અમીર કોણ છે?
એક માહિતી પ્રમાણે નિરજ ચોપરાની કુલ સંપત્તિ લગભગ 37 કરોડ રૂપિયા છે. નિરજ ચોપરા ઘણી મોટી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે.
આ પણ વાંચો: કોલકાતા રેપ કેસ પર બોલિવૂડ ગુસ્સે, જાણો રિતિક રોશન, પ્રીતિ ઝિંટા અને કૃતિ સેનને શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી અનુસાર, મનુ ભાકરની કુલ સંપત્તિ 12 કરોડ રૂપિયાની આસપાસ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીત્યા બાદ તેને ઘણી બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે તેની સંપત્તિમાં વધારો થઈ શકે છે.
નિરજ ચોપરાના મેડલની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ સામેલ છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મનુ ભાકરના મેડલની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 34 મેડલ જીત્યા છે. જેમાં મહત્તમ 24 ગોલ્ડ, 5 સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં એકલા શૂટિંગમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.