જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાતની સંભાવના, બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે આ પ્રેસ કોન્ફરન્સને લઈને મીડિયાને આમંત્રણ મોકલ્યું છે. આ પત્રકાર પરિષદ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.
આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખોનું એલાનની સંભાવના
નવા સીમાંકન બાદ જમ્મુ કશ્મીરમાં ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે. જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત આજે ચૂંટણી પંચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, મોદી સરકાર દ્વારા કલમ 370 દૂર કર્યા બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થશે.
તમને જણાવી દઈએ કે, ગયા મહિને ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી. આ કારણથી એવું માનવામાં આવે છે કે આજે પંચ આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વિધાનસભા ચૂંટણી
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પંચના મતે ઉત્તર કાશ્મીરના જિલ્લાઓમાં ચૂંટણી કરાવવી એક મોટો પડકાર છે. અહીંના ઘણા વિસ્તારો સંવેદનશીલ છે.