November 10, 2024

અપીલ રિજેક્ટ થયા બાદ સોશિયલ મીડિયામાં વિનેશ ફોગાટે કરી પહેલી પોસ્ટ

Vinesh Phogat Petition Dismissed: પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને જોરદાર આંચકો લાગ્યો છે. રેસલર વિનેશ ફોગાટ ડીસક્વોલિફાઇડ થયા બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CASએ વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી હતી. આ અપીલ ફગાવી દેતાં જ સિલ્વર મેડલની આશા પણ ખતમ થઈ ગઈ હતી. હવે આ મામલા બાદ વિનેશે એક પોસ્ટ શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો પર અનેક પ્રકારની કમેન્ટ્સ પણ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Vinesh Phogat (@vineshphogat)

હકિકતે, વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે ઈમોશનલ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ ફોટોના કેપ્શનમાં વિનેશે કંઈ લખ્યું નથી, પરંતુ ઘણા ચાહકોએ વિનેશને પ્રોત્સાહિત કરવા માટે કોમેન્ટ કરી છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ કોમેન્ટમાં લખ્યું, “તમે પ્રેરણાદાયી છો.” તમે પ્રશંસાને પાત્ર છો. તમે ભારતનું રત્ન છો.” મનિકાની સાથે અન્ય લોકોએ પણ વિનેશ માટે કોમેન્ટ કરી છે.

વિનેશે CASમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી, પરંતુ તેના નિર્ણયની તારીખ વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી. જોકે આખરે બુધવારે નિર્ણય આવ્યો હતો. CASએ વિનેશની અપીલ ફગાવી દીધી. ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું. વિનેશને સિલ્વર મેડલ નિશ્ચિત હતો. તેમણે ગેરલાયક ઠર્યા બાદ નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 2014, 2018 અને 2022માં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે તેણે એશિયન ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.