November 22, 2024

બાંગ્લાદેશ પર PM મોદી ઈન્દિરા જેવી કાર્યવાહી કરે: કોંગ્રેસના મુસ્લિમ MLAની અપીલ

PM Modi Take Action: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્યએ પીએમ મોદીને ખાસ અપીલ કરી છે. શિવાજીનગર કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અર્શદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે તેઓ ઈન્દિરા ગાંધીની જેમ નિર્ણાયક લશ્કરી કાર્યવાહી કરવામાં અચકાવું નહીં. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને હિંદુ લઘુમતીઓ પર કથિત અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરતા કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યએ બુધવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1971ની જેમ નિર્ણાયક લશ્કરી કાર્યવાહી કરવામાં અચકાવું જોઈએ નહીં.

શિવાજીનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રિઝવાન અર્શદે મોદીને પત્ર લખીને 1971માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી જેવી જ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. રિઝવાન અરશદે મોદીને લખેલા પત્રમાં કહ્યું, “હું આજે ભારતના એક ચિંતિત નાગરિક તરીકે તમને આ પત્ર લખી રહ્યો છું. જે બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને આ પ્રદેશમાં હિંદુ લઘુમતીઓ પરના અત્યાચારને ઉજાગર કરતા તાજેતરના સમાચારો અને સોશિયલ મીડિયા પર ફરતા વિડિયોઝથી ખૂબ વ્યથિત છે.

તેમણે તેમને માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ લઘુમતીઓની ચિંતાઓને દૂર કરવા માટે ‘નિર્ણયાત્મક પગલાં’ લેવાની અપીલ કરી હતી, જેઓ ‘આર્થિક અને સામાજિક બંને રીતે જમણેરી દ્વારા અવિરત હુમલા’ હેઠળ છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે જો આ અહેવાલો સાચા છે, તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખીને, આ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત ‘સક્રિય વલણ’ લે તે જરૂરી છે.

રિઝવાન અરશદે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ અત્યંત ચિંતાનો વિષય હોવો જોઈએ, ધારાસભ્યએ વડા પ્રધાનને નવી બાંગ્લાદેશી સરકાર સાથે કામ કરવા વિનંતી કરી છે કે જેથી તેમના અધિકારો અને ગૌરવની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું, “ભારતમાં જમણેરી સોશિયલ મીડિયા પ્રભાવકો અને હેન્ડલ્સ એવા સમાચાર ફેલાવી રહ્યા છે જે જો સાચા હોય તો (ઘણા નકલી પણ હોવાનું જણાયું છે), તેથી હું ભારત સરકારને વિનંતી કરું છું કે આ અહેવાલો/વિડિયોની સત્યતા શોધવા. જો તેઓ સાચા સાબિત થાય તો ભારત સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અરશદે કહ્યું કે ભારતના લોકો હંમેશા ન્યાય, શાંતિ અને માનવાધિકારના રક્ષણના પક્ષમાં રહ્યા છે. પોતાના પત્રમાં અરશદે કહ્યું, “અમારા વડાપ્રધાન તરીકે, તમારે 1971માં શ્રીમતી ઈન્દિરા ગાંધીની જેમ નિર્ણાયક લશ્કરી કાર્યવાહી કરવામાં સંકોચ ન કરવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈ-બહેનોને મદદ કરવા માટે તમારા આદરણીય પદનો ઉપયોગ કરો. વધુમાં કહ્યું, “મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ, ભારત માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ લઘુમતીઓની ચિંતાઓને દૂર કરવા માટે નિર્ણાયક પગલાં લેશે.