December 27, 2024

Independence Day: દેશની રક્ષા માટે શપથ લેનારા 5 ક્રિકેટરો પણ હતા સેનાનો ભાગ

Independence Day 2024: સમગ્ર દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર દેશવાસીઓ એકબીજાને આઝાદીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તમને જણાવીશું એ ભારતીય ખેલાડીઓ વિશે જે હતા ભારતીય સેનાના ભાગ.

આ 5 ક્રિકેટર જે ભારતીય સેનાનો ભાગ હતા

સીકે ​​નાયડુ
ભારતીય ટીમના પ્રથમ કેપ્ટન સીકે ​​નાયડુ 1923માં હોલકર રાજાના આમંત્રણ પર ઈન્દોર ગયા હતા. આ સમયે હોલ્કરના રાજાએ તેમને તેમની સેનામાં કર્નલનું પદ આપ્યું હતું. નાયડુની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે કુલ 7 ટેસ્ટ મેચમાં 350 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ભારતીય વાયુસેનાનો એક ભાગ રહી ચૂક્યા છે. તેમની કારકિર્દીની વાત કરીએ તો તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ODI અને ટેસ્ટમાં 34 હજારથી વધુ રન બનાવ્યા છે. વર્ષ 2010 માં, તેમને ભારતીય વાયુસેના દ્વારા ગ્રુપ કેપ્ટનની પદવી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે

હેમુ અધિકારી
ભારતીય ટીમના શાનદાર બેટ્સમેન હેમુ અધિકારીને લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક અપાયો હતો. તેમની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 21 ટેસ્ટ મેચની 36 ઇનિંગ્સમાં 872 રન બનાવ્યા હતા.

કપિલ દેવ
ભારતના મહાન ઓલરાઉન્ડર ખેલાડી અને ભારતીય ટીમને 1983માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ પ્રાપ્ત કરાવનાર કપિલ દેવ હતા. વર્ષ 2008માં સેનાએ કપિલને લેફ્ટનન્ટ કર્નલનો દરજ્જો આપ્યો હતો. કપિલ દેવે કુલ 225 ODI અને 131 ટેસ્ટ મેચ રમી હતી.

એમએસ ધોની
મહેન્દ્ર સિંહ ધોની જેવી કપ્તાની કદાચ હવે કોઈ કરી શકે. ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર ભારતીય કેપ્ટન છે. વર્ષ 2011માં ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો હતો. તેમને ભારતીય સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં આ રેન્ક મળ્યો હતો. ભારતીય સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં આ રેન્ક મળ્યો હતો. તેણે આગરામાં પેરા રેજિમેન્ટમાં બે અઠવાડિયા સુધી તાલીમ લીધી હતી.