December 26, 2024

નિરજ ચોપરા અને મનુ ભાકરના લગ્ન નક્કી?

Manu Bhaker And Neeraj Chopra Marriage: મનુ ભાકર અને નિરજ ચોપરાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ થઈ રહી છે. ગઈ કાલે મનુની માતા નિરજને મળી હતી જેનો ફોટો અને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. હવે આ અફવાઓ વચ્ચે મનુ ભાકરના પિતાએ એ વિશે નિવેદન આપ્યું છે.

નિરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
મનુ ભાકર અને નિરજ ચોપરા લગ્નની અફવાઓ ફેલાઈ રહી છે. તમને જણાવી દઈએ કે મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે અને નિરજે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. રજ ચોપરા અને મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મનુની માતા અને નિરજ વાત કરી રહ્યા હતા. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. લોકો તેમાં મનુ અને નિરજના રિશ્તા પર કોમેન્ટ કરી રહ્યા હતા. આ પછી તેમના અફેર અને લગ્નની અફવાઓ આવવા લાગી હતી. આ વિશે મનુના પિતાએ બધું સ્પષ્ટ કરી દીધું છે. આવો જાણીએ તેના પિતાએ શું કહ્યું.

મનુ ભાકરના પિતાએ બધું સ્પષ્ટ કર્યું
મનુ ભાકરના પિતાએ મનુ ભાકર અને નિરજ ચોપરાના લગ્નના સમાચારને લઈને બધુ સ્પષ્ટ કર્યું છે. એક મીડિયા સાથેની વાતમાં મનુ ભાકરના પિતાએ કહ્યું કે, “મનુ ભાકર હજુ ખૂબ નાની છે. તે લગ્નની ઉંમરની નથી. હજુ સુધી તેના વિશે વિચાર્યું નથી.” આ સિવાય સુમેધા ભાકર અને નિરજ ચોપરા વચ્ચે થયેલી વાતચીત પર મનુ ભાકરના પિતાએ કહ્યું કે, મનુની માતા નિરજ ચોપરાને પોતાના પુત્ર સમાન માને છે.