December 23, 2024

ટ્રમ્પની જીભ લપસી, કમલા હેરિસને આપી ગંદી ગાળ

વોશિંગ્ટનઃ ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ‘ખરાબ’ મૂડમાં હોવાનું કહેવાય છે. તેણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે અનેક પ્રસંગોએ અંગત રીતે દુર્વ્યવહાર કર્યો છે. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, આ સમાચાર બે સ્ત્રોતો પર આધારિત છે. જેમણે દાવો કર્યો છે કે, તેમણે ટ્રમ્પને અલગ-અલગ પ્રસંગોએ આ અપશબ્દોનો ઉપયોગ કરતા સાંભળ્યા છે. જ્યારે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે, ‘આ તે ભાષા નથી જે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કમલા હેરિસ વિશે વાપરી છે.’

જો કે, મોન્ટાનામાં તાજેતરની રેલીમાં ટ્રમ્પે કમલા હેરિસને ‘મૂર્ખ’, ‘અક્ષમ’ અને ‘લો આઈક્યુ’ કહ્યા હતા. તેણે એમ પણ પૂછ્યું કે શું લોકો તેનું અંતિમ નામ પણ જાણે છે? તાજેતરની ટિપ્પણીઓ સિવાય ટ્રમ્પને તેમની અગાઉની ટિપ્પણીઓનો પણ ભોગ બનવું પડ્યું છે, જેણે હેડલાઇન્સ બનાવી હતી. કુખ્યાત 2005 હોલીવુડ ટેપમાં તેમણે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેણે 2006ની મુલાકાતમાં કોન્ડોલીઝા રાઈસ વિશે પણ આવી જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાની પેટર્ન દર્શાવે છે.

ટ્રમ્પે ઘણાં પ્રસંગો પર દુર્વ્યવહાર કર્યો છે
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રમુખપદ દરમિયાન નાટો વિશે ચર્ચા દરમિયાન તત્કાલિન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે માત્ર સ્ત્રીઓને જ નહીં, પુરુષોને પણ અપમાનજનક શબ્દો સંભળાવ્યા છે. તેમણે ઘણીવાર એવા પુરુષો સાથે પણ દુર્વ્યવહાર કર્યો છે જેની સાથે તે અસંમત છે. ટ્રમ્પ જ્યારે હેરિસની ટીકા કરે છે તો ક્યારેક તેમની ભાષા ખરાબ હોય છે. ટ્રમ્પે કમલા હેરિસને ‘દયનીય’ હોવાનો દાવો કર્યો છે, કે તે પ્રેસ કોન્ફરન્સ પણ સંભાળી શકતી નથી.

કમલા હેરિસની લીડ
આ સમગ્ર વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યારે કમલા હેરિસે નવા રોયટર્સ/ઇપ્સોસ પોલમાં ટ્રમ્પ સામે એક ટકાની નજીવી લીડ મેળવી છે. રવિવારે પૂર્ણ થયેલું ત્રણ દિવસીય મતદાન દર્શાવે છે કે ઉપરાષ્ટ્રપતિ કમલ હેરિસને 43 ટકા નોંધાયેલા મતદારોનું સમર્થન છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને 42 ટકા સમર્થન છે. ગયા સપ્તાહના મતદાનમાં હેરિસને 44%-42%ની લીડ મળી હતી. હેરિસે છેલ્લા 10 દિવસમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ત્યારથી હેરિસને દાન અને સમર્થનમાં વધારો થયો છે. એકંદરે મતદારોએ છેલ્લા મહિનાથી હેરિસની વધુ તરફેણ કરવાનું શરૂ કર્યું છે.