January 8, 2025

Jioએ આ નવા પ્લાનને કર્યો એડ

Reliance Jio Recharge: રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલિકોમ કંપની છે. થોડા જ સમય પહેલા જ પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે જેના કારણે યુઝર્સને હવે વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે. પરંતુ હવે Jio એ હવે એવા પ્લાનને પોતાની લિસ્ટમાં એડ કર્યું છે કે જેના કારણે યુઝર્સના મોટા ટેન્શનને દૂર કરી દીધું છે.

નવા રિચાર્જ પ્લાન વિશે
દેશભરમાં લગભગ 48 કરોડ લોકો Jio સિમનો ઉપયોગ કરી રહ્યા છે. જિયોએ તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. Jioના લિસ્ટમાં એક એવો પ્લાન એડ કરવામાં આવ્યો છે જેમાં તમને ઘણા બધા હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા સાથે લાંબી વેલિડિટી આપવામાં આવે છે. ચાલો તમને Jio ના આ નવા રિચાર્જ પ્લાન વિશે. આ પ્લાનમાં આખા વર્ષ માટે છે. વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી વપરાશકર્તા મુક્ત થઈ જશે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે છે Jioના 3599 રૂપિયાના પ્લાન વિશે. આ એક વાર્ષિક પ્લાન છે જેમાં કંપની યુઝર્સને 365 દિવસની લાંબી વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનની મદદથી તમે 365 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં ફ્રી કોલિંગ કરી શકો છો.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સરબજોતે સરકારી નોકરી કેમ નકારી દીધી?

આ પ્લાનમાં ડેટા
આ પ્લાનમાં યુઝર્સને 365 દિવસ માટે 912GB કરતાં વધુ ડેટા મળે છે. જેમાં તમે રોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. Jioનો આ પ્લાન5G ડેટા પણ આપે છે. મતલબ, જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક કનેક્ટિવિટી છે તો તમે દરરોજ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. જે તમારા માટે ચોક્કસ ફાયદાકારક છે. રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને અન્ય પ્લાનની જેમ આ પ્લાન સાથે પણ કેટલાક વધારાના લાભ આપે છે. જેમાં તમને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન તો મળે જ છે પરંતુ તેની સાથે તમે OTT સ્ટ્રીમિંગ કરો છો. આ સાથે તમે દરરોજ 100 ફ્રી SMS, Jio TV અને Jio Cloudની ફ્રી એક્સેસ આપવામાં આવી છે.