January 6, 2025

વજન ઉતારવા બસ આ આદતો અપનાવો

Weight Loss: આજના સમયમાં મોટા ભાગના લોકો વજન ઉતારવા માટે હેલ્ધી ડાયટ અને રોજ કસરત કરવાની સલાહ આપે છે. જોકે તેમાંથી ઘણા લોકો આ દિનચર્યાનું પાલન કરી શકતા નથી. જો તમે પણ ફિટ રહેવા માંગો છો તો તમે રોજ નાની-નાની વાતને ધ્યાનમાં રાખો.

ચાલવું
ચાલવાથી વજનની સાથે રોગનો ખતરો પણ ઓછો થઈ જાય છે. જો તમારે ફિટ રહેવું છે તો તેની સરળ રીત છે દરરોજ માત્ર 30 મિનિટ ચાલવું. જોકે ખોરાક ખાધા પછી તરત ચાલવું નહીં. 30 મિનિટ પછી ચાલવું.

આ પણ વાંચો: કેન્સર બની શકે છે તમારા જીવનનો દુશ્મન, તેનાથી બચવા રોજ ખાઓ આ ખોરાક

ઘરનો ખોરાક
આજકાલ લોકોને જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે. હવે લોકો રવિવારના દિવસે બહાર ખાવા જતા નથી પરંતુ રોજ બહાર ખાવાનો આગ્રહ રાખે છે. જેના કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. વધારે કાર્બોહાઇડ્રેટના કારણે શરીરમાં ચરબી વધે છે. જેના કારણે બંને એટલું ઘરનું ભોજન ખાવાનું વધારે રાખો.

રાત્રિભોજન યોગ્ય સમય
એક માહિતી પ્રમાણે મોડી રાત્રે ડિનર ન કરવું જોઈએ. જો રાતના સમયમાં તમે ભોજન લો છો તો તમારા શરીરમાં ચરબીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. વહેલા જમવાનો ફાયદો એ થાય છે કે ભોજન સરળતાથી પચી જાય છે. આનાથી તમે એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો.