December 23, 2024

ભારતીય વિકેટકીપરે કરી સગાઈ, ફોટો-વીડિયો વાયરલ

Jitesh Sharma Engagement: ભારતીય ટીમ આગામી શ્રેણી પહેલા લગભગ 40 દિવસ આરામ કરશે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ સગાઈ કરી લીધી છે. જીતેશની સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બેટ્સમેનની જેની સાથે સગાઈ થઈ છે તેનું નામ શલાકા મકેશ્વર છે.

ફોટો વીડિયો થયા વાયરલ
જીતેશ શર્માની સગાઈના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે જીતેશ અને શલાકા મકેશ્વર એકબીજાને ગુલદસ્તો આપી રહ્યા છે. જીતેશ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. જીતેશે સગાઈની તસવીરો સાથેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “આ ક્રેઝી દુનિયામાં, અમને 8.8.8 અમારા સતત સાથીદાર મળ્યા છે.” આ પોસ્ટમાં મોટા ભાગના ખેલાડીઓએ કોમેન્ટ કરી હતી. જેમાં બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ઓલરાઉન્ડર શિવમ દુબે, વેંકટેશ ઐયર, વોશિંગ્ટન સુંદર સહિત ઘણા ખેલાડીઓએ જીતેશને આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jitesh Sharma (@jiteshsharma_)

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધી પછી અભિનવ બિન્દ્રાને 41 વર્ષ પછી મળશે આ ખાસ ઓલિમ્પિક એવોર્ડ

ભારત માટે અત્યાર સુધી મેચ રમી
જિતેશ શર્માએ ઓક્ટોબર 2023માં નેપાળ સામે એશિયન ગેમ્સમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે અત્યાર સુધીમાં 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 7 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 147.05ના સ્ટ્રાઇક રેટથી 100 રન બનાવ્યા છે, જેમાં હાઇ સ્કોર 35 રન હતો. IPL કરિયરમાં અત્યાર સુધી 40 મેચ રમી છે.
જીતેશ આઈપીએલમાં પંજાબ કિંગ્સનો હાલ ભાગ છે.