September 20, 2024

બાંગ્લાદેશમાં જ યોજાશે મહિલા T20 વર્લ્ડ કપ?

Bangladesh Violence: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ મહિલા T20 વર્લ્ડ કપને લઈને બોર્ડે ગુરુવારે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં આર્મી ચીફ પાસેથી સુરક્ષાની ખાતરી માંગવામાં આવી છે. 27 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ મેચો રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે અને કુલ 23 મેચો બે સ્થળો પર રમાશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને કારણે આ વર્ષે યોજાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ પર ખતરો છે.

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન શેખ હસીનાના નિવાસસ્થાનમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા હતા તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શેખ હસીનાના નિવાસસ્થાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેઓ ત્યાં રાખેલી મોંઘીદાટ વસ્તુઓ પણ લઈ ગયા હતા. હસીનાની સાડી સાથેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. હિંસક વિરોધ વચ્ચે દેશની વચગાળાની સરકારે ઈમરજન્સી લાદી દીધી છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક 2024ના 14મા દિવસે ભારતનું શેડ્યૂલ, અમન પાસેથી મેડલની આશા

ICC સ્થળાંતર કરવાનું વિચાર
બાંગ્લાદેશમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ICC મહિલા T20 વર્લ્ડ કપને સ્થાનાંતરિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ICC બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જો ટૂર્નામેન્ટ શિફ્ટ કરવી હોય તો આ ટૂર્નામેન્ટ ભારત, યુએઈ અને શ્રીલંકામાં રમાઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે બીસીબી પ્રમુખ નઝમુલ હસન પણ બાંગ્લાદેશ છોડી ચૂક્યા છે. બોર્ડના અન્ય કેટલાક અધિકારીઓ ઢાકામાં છે