ઇન્સ્ટાગ્રામ યુઝર્સને હવે ‘બલ્લે બલ્લે’, એડ થયું આ જબદસ્ત ફીચર
Instagram: શોર્ટ વીડિયો મેકિંગ એપ અને ફોટો શેરિંગ એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામનો સમગ્ર વિશ્વમાં ખુબ વપરાશ કરવામાં આવે છે. જો તમે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો એક સારા સમાચાર છે. ઇન્સ્ટાગ્રામે હવે તેના કેરોયુઝલ ફીચરમાં 20 થી વધુ ફોટા અને વીડિયો ઉમેરવાની સુવિધા આપી છે. આ પહેલા Instagram વપરાશકર્તાઓ તેમની પોસ્ટ સાથે 10 થી વધુ ફોટા અને વિડિઓ ઉમેરી શકતા હતા.
આ ફીચર 2017માં લોન્ચ કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે Instagram એ વર્ષ 2017 માં તેના યુઝર્સ માટે કેરોયુઝલ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. એ બાદ કંપની સતત તેના ફીચરમાં વધારો કરી રહી છે. આ પહેલા 10 ફોટોને એડ કરવામાં આવતા હતા અને હવે તમે એક સાથે 20 ફોટોને શેર કરી શકશો. Instagram વપરાશકર્તા લોકો માટે મહત્વના અને ખાસ સમાચાર કહી શકાય. જોકે Instagramને યુઝ ખુબ ઓછા પ્રમાણમાં પહેલા કરવામાં આવતું હતું. પરંતુ કોરોના સમયમાં TikTokને બંધ કરતા ભારતના તમામ વપરાશકર્તાઓ હવે Instagramને યુઝ કરી રહ્યા છે.
આ પણ વાંચો: વોટ્સએપમાં આ અદ્ભુત પ્રાઈવસી ફીચર વિશે તમે જાણો છો?
TikTokને આકરી સ્પર્ધાનો સામનો
તમને જણાવી દઈએ કે ટિક ટોકને ઈન્સ્ટાગ્રામના લેટેસ્ટ અપડેટ સાથે આવેલા આ નવા ફીચર્સ સાથે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ હોવા છતાં ટૂંકા વીડિયો માટે ઘણા દેશમાં TikTok વાપરવામાં આવે છે. જ્યારે Instagram હવે તેના વપરાશકર્તાઓને 20 ફોટા ઉમેરવાનો વિકલ્પ આપી રહ્યું છે. ત્યારે ચોક્કસ TikTokને મોટી ટક્કર મળી રહી છે.