અમદાવાદ પોલીસ કમિશનરની લોકોને અપીલ – હેલ્મેટ પહેરો, તમારી સેફ્ટી માટે છે!

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે હેલ્મેટ પહેરવા બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અમદાવાદીઓને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે 15 દિવસમાં જ હેલ્મેટના નિયમની ફરજિયાત અમલવારી કરાવવા માટે ટ્રાફિક પોલીસને આદેશ આપ્યો છે.

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યુ છે કે, ‘શહેરના તમામ લોકોને અપીલ કરું છું કે હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ તમારી સેફ્ટી માટે છે. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો.’

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સારી કામગીરી લઈને અકસ્માતના બનાવ ઘટ્યાં છે. ચાલુ વર્ષમાં 7 મહિનામાં 234 રોડ અકસ્માતમાં મોત થયા છે. અકસ્માતમાં ગત વર્ષે 315 મુત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના 25 ટકાનો ઘટાડો થયો છે. અકસ્માતમાં ચાલુ 7 મહિનામાં 971 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જે ગત વર્ષે 1064 લોકો ઇજા પામ્યા હતા.’

તેમણે દંડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘હેલ્મેટ વગર ટુ વ્હીલરને હેલ્મેટના કેસ કરી 3 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સીટ બેલ્ટ વગરના 2.26 કરોડનો દંડ અને કાર ઓવરસ્પીડમાં 10 કરોડ દંડ લેવાયો છે. હાઈકોર્ટે કહ્યું તે પહેલાંથી હેલ્મેટ વગરના લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છીએ. હાઈકોર્ટે સૂચન કર્યું છે કે, ટુ વ્હીલરમાં પાછળ બેઠેલા વ્યક્તિ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે .