નિરજનું નિશાન ‘ગોલ્ડ મેડલ’, પેરિસમાં 89.34 મીટરના થ્રો સાથે ભારતીય ભાલાનો દબદબો
Olympics 2024 Live: નીરજે પહેલા જ અટેમ્પ્ટમાં ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. તેણે 89.34 મીટરનો થ્રો ફેંક્યો હતો. નીરજનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. નીરજે ટોકિયો ઓલિમ્પિકમાં 87.58ના અંતરે થ્રો ફેંક્યો હતો, જેના કારણે તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. મતલબ તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે પણ ભાલા ફેંકની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે. અરશદે ક્વોલિફાઈંગ માટે સેટ કરેલા 84 મીટર માર્ક કરતાં વધુ બરછી ફેંકી હતી. તેણે 86.59મીટરનો થ્રો ફેંક્યો છે.
નીરજ પર દરેકની નજર
આજે ભારતીય સમય અનુસાર બપોરે 1:50 વાગ્યે આ ઇવેન્ટ શરૂ થઈ ગઈ હતી. જેમાં કિશોર જેણાએ ભાગ લીધો હતો. ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 32 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં પ્રત્યેક 16ના બે અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જ્યારે કિશોર જેનાને પ્રથમ જૂથમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે નીરજ બીજા જૂથનો ભાગ છે. ભાલા ફેંક ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડ વિશે વાત કરવામાં આવે તો ભાગ લેનાર તમામ એથ્લેટ્સને 3 વખત બરછી ફેંકવાની તક મળશે. અંતિમ ઇવેન્ટ માટે ક્વોલિફાય થવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછું 84 મીટરનું ચિહ્ન પાર કરવાનું રહેશે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાનો સીઝનનો બેસ્ટ થ્રો 88.36 મીટર છે. કિશોર જેના વિશે વાત કરીએ તો, તેણે ગત એશિયન ગેમ્સમાં 87.54 મીટરનો થ્રો કર્યો હતો પરંતુ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો 80.84 મીટર છે.
આ પણ વાંચો: Paris Olympics 2024ના 11મા દિવસે નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે
કિશોર જેનાને મળી નિરાશા
પેરિસ ઓલિમ્પિક 2024માં આજે જેવલિન થ્રો ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ થઈ ગયો છે. જેમાં ભારતના કિશોર જેના પ્રથમ ગ્રુપમાં ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંક ઈવેન્ટનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં કિશોરી જેનાએ 80.73 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. પ્રથમ થ્રોમાં 80.73 મીટરનો લાંબો થ્રો ફેંક્યા બાદ, કિશોર જેનાએ તેના બીજા થ્રોમાં વધુ પડતો બળ લગાવવા બદલ ફાઉલ કર્યો હતો. થ્રો બાદ તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો જેના કારણે તેનો હાથ રેખાને સ્પર્શી ગયો હતો. આ કારણોસર તેના ફેંકની ગણતરી કરવામાં આવી ન હતી. ફાઉલ બાદ કિશોર જેના સાતમા સ્થાને આવી ગયો છે. ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય કિશોરી જેનાએ 80.21 મીટરનો ત્રીજો થ્રો ફેંક્યો હતો.