December 23, 2024

જેલમાં જ રહેશે અરવિંદ કેજરીવાલ, દિલ્હી હાઈકોર્ટે ફગાવી જામીન અરજી

Delhi: દિલ્હી હાઈકોર્ટે ફરી એકવાર અરવિંદ કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલે સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને પડકારી હતી પરંતુ તેને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય દિલ્હી લિકર પોલિસીમાં સીબીઆઈને સંડોવતા કેસમાં આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ 115 દિવસથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે. પરંતુ સીબીઆઈ કેસમાં અરજી ફગાવી દેવાના કારણે કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે.

આ પણ વાંચો: બાંગ્લાદેશની સ્થિતિને કારણે ICCની ચિંતા વધી, World Cup શિફ્ટ થવાના એંધાણ

તમને જણાવી દઈએ કે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાંથી ઉદભવેલા ભ્રષ્ટાચાર કેસમાં કેજરીવાલ અને સીબીઆઈના વકીલોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 29 જુલાઈના રોજ આપ નેતાની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો અને આજે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.